પાટણઃ રોડની સાઇડમાં ઉભેલા BSF જવાનનું ટ્રેલરે ટક્કર મારતાં થયું મોત, રજા પર ઘરે આવ્યો હતો જવાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Oct 2020 12:40 PM (IST)
બીએસએફ જવાનનો અકસ્માત સર્જી ટ્રેલર હાઇવેની બાજુમાં પલ્ટી ખાઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં સાંતલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પાટણઃ જિલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામના પાટીયા પાસે ટ્રેલરે ટક્કર મારતાં બીએસએફ જવાનનુ મોત થયું છે. ઘરે રજા ઉપર આવેલા બાબુજી નામના બીએસએફ જવાન હાઇવે પર ઉભા હતા ત્યારે અકસ્માત સર્જાતા મોત નીપજ્યું છે. કંડલાથી ટાઇલ્સ ભરીને રાજસ્થાન જઇ રહેલા ટ્રેલર ચાલકે રોડની સાઇડમાં ઉભેલા જવાનને ટક્કર મારી હતી. બીએસએફ જવાનનો અકસ્માત સર્જી ટ્રેલર હાઇવેની બાજુમાં પલ્ટી ખાઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં સાંતલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.