આવતી કાલથી ધોરણ 6થી 8ની સ્કૂલો શરૂ થાય તે પહેલા કયા જિલ્લામાં શિક્ષણાધિકારી-પાંચ શિક્ષકોને કોરોના થતા ખળભળાટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2021 03:03 PM (IST)
સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે.
પ્રતિકાત્મક તસવીર
પ્રાંતિજઃ ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતા ધીરે ધીરે શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્કૂલ કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને આવતી કાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થવાના છે. જોકે, આ પહેલા જ સાબરકાંઠામાં જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી અને પાંચ શિક્ષકોને કોરોનાનો ચેપ લાગતા ખળભળાટ મચી ગયો છે. મળતી વિગતો પ્રમાણે, પ્રાંતિજની એક્સપેરીમેન્ટર હાઈસ્કૂલ અને સર્વોદય હાઈસ્કૂલના શિક્ષકો કોરોના પોઝિટીવ આવ્યા છે. આવતીકાલથી ધોરણ ૦૬ થી ૦૮ વર્ગો શરુ થાય તે પહેલા જ કોરોનાને લઈ ફફડાટ ફેલાયો છે.