મહેસાણા  IELTS કૌભાંડનો પર્દાફાશ થયો છે.  આઠ બેન્ડ મેળવી ચાર યુવકને અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો. તપાસમાં સમગ્ર કૌભાંડના તાર નવસારી સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.  મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવકોએ નવસારીની હોટલ ફન સીટીના બેંકવેટ હોલમાં પરીક્ષા આપી હતી. અંગ્રેજી ન આવડતું હોવા છતાં IELTSમાં 8 બેંડ આપી દેવામાં આવ્યા હતા. 


ચારેય યુવકો પહેલા કેનેડા ગયા હતા.  કેનેડાથી અમેરિકા બોટ મારફતે જતા પકડાઈ ગયા.  પકડાયેલા યુવકોને અમેરિકાની કૉર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.  કૉર્ટમાં રજૂ કરતા કાર્યવાહીમાં આ યુવકો અંગ્રેજી  ન બોલી શક્યાનો પર્દાફાશ થયો. .8 બેંડ કેવી રીતે મળ્યા તેને લઈને પણ સવાલ છે.  અમેરિકન એમ્બસીએ ભારતમાં એમ્બસીને જાણ કરી હતી.  એમ્બસી તરફથી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.   જેના પગલે મહેસાણા પોલીસવડાએ SOGને તપાસ સોંપી છે.  અંગ્રેજી ન આવડતું હોવા છતાં 8 બેંડ મેળવી ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ અને સાવન પટેલ વિદેશ પહોંચ્યા હતાં.  પોલીસે IELTS પરીક્ષા અને એજન્ટોની ઉલટ તપાસ શરૂ કરી છે.


Love jihad : લવ જેહાદ મુદ્દે સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ પટેલનું મોટું નિવેદન 


લવ જેહાદ મુદ્દે સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સામાજિક અગ્રણી અને સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે.પાટીદાર અગ્રણીએ લવ જેહાદ મુદ્દે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. લવ જેહાદને લઈને જેરામભાઈએ ચિંતા વ્યક્ત કરી હતી. લવ જેહાદ મુદ્દે આર.પી પટેલના સૂરમાં સૂર પુરાવ્યો છે અને કહ્યું કે હું વર્ષોથી ધ્રોલમાં કડવા પાટીદાર દીકરીઓની સંસ્થા ચલાવું છું. ક્યારેય દીકરીઓના આવા કિસ્સાઓ બનતા નથી. અભ્યાસ કરતી દીકરીઓને મોબાઈલ ન આપવો જોઈએ. દીકરીઓના માતા-પિતા જાગૃત થાય. 


તો વિધાનસભાની ચુંટણી મુદ્દે પણ તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટિકિટની માંગણી કરવામાં આવી હતી. શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી. આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે.25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે.


તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં 69 સીટ માટે પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરીશું.મારો અનુભવ રહ્યો છે ભાજપ સૌથી વધારે પાટીદારોને ટિકિટ આપે છે..અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વાણિયા અને કારડીયા તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે.