બાયડઃ અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વધતા કોરોનાના સંક્રમણને પગલે બાયડના સાઠંબામાં વેપારીઓ બપોર પછી દુકાનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બાયડ , માલપુર , વડાગામ બાદ હવે સાઠંબા પણ બંધ પાળવામાં આવશે. કોરોનાના વધતા કેસોના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.
આજથી સાઠંબા ગામે બપોરે 2 વાગ્યા પછી બજારો બંધ રહેશે. 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલશે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અનેક શહેરોમાં વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાળી રહ્યા છે. પાટણ શહરેમાં પણ આજથી બપોરે 1 વાગ્યા પછી દુકાનો બંધ રાખવામાં આવશે. પાટણ શહેરની બજારો 22 જુલાઈથી 31 જુલાઈ સુધી બપોરે 1 પછી બજારો બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. પાટણમાં કોરોનાના કેસો વધતાં પાલિકા કડક બનશે.
પાટણની જનતાને આવતીકાલથી બપોરે 1 પછી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. પાલિક ઉપપ્રમુખ લાલેશ ઠક્કર મીડિયા દ્વારા પાટણવાસીઓ ને આપી કડક સૂચના આપી છે. આવતી કાલે બપોરે 1 પછી વેપાર ધંધા બંધ નહીં રાખે તો કાર્યવાહી થશે.
અરવલ્લી જિલ્લાનાં ક્યાં શહેરોમાં 31 જુલાઈ સુધી બજારો બપોરે 2 વાગ્યા પછી બંધ રાખવા વેપારીઓએ લીધો નિર્ણય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jul 2020 12:07 PM (IST)
બાયડ , માલપુર , વડાગામ બાદ હવે સાઠંબા પણ બંધ પાળવામાં આવશે. કોરોનાના વધતા કેસોના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -