પાટણઃ કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આજથી પાટણ શહેરની બજારો સ્વયંભૂ બંધ રખાવવા પાલિકા સજ્જ થઈ છે. 22 જુલાઈથી 31 જુલાઈ સુધી બપોરે 1 પછી બજારો બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. પાટણમાં કોરોનાના કેસો વધતાં પાલિકા કડક બનશે.


પાટણની જનતાને આજથી બપોરે 1 પછી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. પાલિક ઉપપ્રમુખ લાલેશ ઠક્કર મીડિયા દ્વારા પાટણવાસીઓ ને આપી કડક સૂચના આપી છે. આવતી કાલે બપોરે 1 પછી વેપાર ધંધા બંધ નહીં રાખે તો કાર્યવાહી થશે.