કોરોનાના કેસો વધતા ગુજરાતનું કયું શહેર રહેશે 5 દિવસ માટે સ્વયંભૂ બંધ? જાણો વિગત
સાબરકાંઠાનું વડાલી શહેર પાંચ દિવસ માટે સ્વંયભુ બંધ રહેશે. સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર.
સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી 1300ને પાર થઈ ગયા છે, ત્યારે ગુજરાતના વધુ એક શહેરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાબરકાંઠાનું વડાલી શહેર પાંચ દિવસ માટે સ્વંયભુ બંધ રહેશે.
સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 18 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી વડાલી શહેર બંધ રહેશે. સ્થાનિક વેપારીઓ સ્વયંભૂ વેપાર રોજગાર બંધ રાખશે. શહેર માં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે.
Continues below advertisement