આ ચૂંટણી પૂર્વ ગૃહ મંત્રીની પ્રતિષ્ઠાનો સવાલ બની શકે છે. ખેડૂત વિભાગમાં 313 મતદાર અને વેપારી વિભાગ માં 59 મતદાર મતદાન કરશે. સવારે 9થી સાંજે 5 કલાક સુધી મતદાન થશે.
આજે થનારી ચૂંટણી પહેલા ગઈ કાલે વર્તમાન ચેરમેનના જૂથ દ્વારા મોકપોલ કરાયું હતું. બહુચરાજી ઉમિયા વાડી ખાતે મોકપોલ કરાયું હતું.. વર્તમાન ચેરમેન દ્વારા મતદારનો કેમ્પ મોકલવામાં આવ્યો છે. 229 મતદાર પૈકી 113 મતદાર કેમ્પમાં છે, તો સામે બાજુ રજની પટેલ જૂથ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. બહુચરાજી એપીએમસીની ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહેવાની સંભાવના છે.