મહેસાણાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે પાટણ, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં સૌથી વધુ ચાર કેસ સામે આવ્યા છે. આવો અહીં જિલ્લા પ્રમાણે જોઇએ ક્યાં કેટલા કેસ નોંધાયા.
પાટણમાં નવા 4 કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં આજે વધુ ચાર કોરોનાના કેસ નોંધાયા છે. બે સ્ત્રી અને બે પુરુષને કોરોના થયો છે. આમ, જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક સવા સોએ પહોંચ્યો છે. આજે આવેલા ચાર કેસમાંથી 3 પાટણ શહેરમાંથી અને એક ચડાસણમાં નોંધાયો છે. પાટણની બંછી હોટલ સામે ઉપવન બંગલોઝની 27 વર્ષની યુવતી, આનંદનગર સોસાયટીની 65 વર્ષના વૃધ્ધા, અંબાજી નેળિયાના યશ વિહારના 32 વર્ષના યુવક અને ચડાસણ ગામના 45 વર્ષના પુરુષને કોરોનાનો ચેપ લાગ્યો છે. જિલ્લામાં નવા 4 કેસ સાથે કુલ 125 કેસ થયા છે.
અરવલ્લીમાં નવા બે કેસ
અરવલ્લી જિલ્લામાં આજે નવા બે કેસ નોંધાયા છે. બંને કેસ મોડાસા શહેરમાં નોંધાયા છે. આઝાદફળીના ૫૫ વર્ષીય પુરુષ અને બોરડીયાફળીની ૫૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કુલ ૧૬૨ કોરોના કેસ નોંધાયા છે.
મહેસાણામાં નવા બે કેસ
મહેસાણા જિલ્લામાં નવા બે કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. મહેસાણા શહેરમાં એક મહિલા અને પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેસાણા અને કડીમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
બનાસકાંઠામાં નવો એક કેસ નોંધાયો
બનાસકાંઠામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. ડીસામાં મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ધરણીધર બંગલોઝમાં રહેતી મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ આંક 155 થયો છે.
ઉત્તર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવતઃ આજે પાટણ-મહેસાણા અને અરવલ્લીમાં કેટલા કેસ નોંધાયા? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2020 03:43 PM (IST)
આજે પાટણ, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં સૌથી વધુ ચાર કેસ સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -