મોડાસાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં આજે વધુ પાંચ કેસ નોંધાયા છે. આ તમામ કેસ મોડાસા તાલુકાના છે. આજે અલહયાત,દરિયાઈ,બેલીમવાડા,નાવજીફળીમાં કોરોનાના કેસ નોંધાયા છે. સબલપુર ગામમાં પણ ૩૮ વર્ષીય યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો છે.

અરવલ્લી જિલ્લામાં કુલ ૧૬૮ કોરોના કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ ૧૨૩ દર્દીઓ સાજા થયા થયા છે. તેમજ અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ ૧૪ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 27 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 25 હજાર 148એ પહોંચી છે. જ્યારે મૃત્યુઆંક 1561 પર પહોંચ્યો છે. આજે 348 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેની સાથે અત્યાર સુધી 17438 દર્દીઓ સ્વસ્થ થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગર- 16, ભરુચ-7, જામનગર- 6, જુનાગઢ- 5, ભાવનગર 4, રાજકોટ 4, આણંદ-4, પાટણ-4, ખેડા 4, મહેસાણા 3, ગીર સોમનાથ 3, બનાસકાંઠા 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, દેવભૂમિ દ્વારકા, 2, અમરેલી 2, મહીસાગર 1, સાબરકાંઠા 1, બોટાદ 1, દાહોદ 1, નવસારી 1, નર્મદા 1, મોરબી 1 અને અન્ય રાજ્યના 4 કેસ નોંધાયા છે.