પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી મોતને પણ ભેટી રહ્યા છે. ત્યારે પાટણમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત થતાં ન્યાય માટે લાશ રઝળી પડી હતી. પાટણ તાલુકાના માતપુર ગામના 65 વર્ષના વૃદ્ધનું કોરોનાથી ગત સાંજે ધારપુર ખાતે મોત નીપજ્યું હતું.


મૃતકનો પરિવાર હાલ અમદાવાદ સ્થાયી થયેલો હોઈ લાશને લઈ પાટણમાં રાત્રે ભટક્યો હતો. મૃતકના અગ્નિદાહને લઈ પરિવારજનો અડધી રાત્રે મુંઝવણમાં મુકાયા હતા. મૃતકના વતન માતપુર ગામમાં પણ અગ્નિદાહને લઈ હાથ અધ્ધર કરવામાં આવ્યા હતા. પરિવારે સિદ્ધપુર મુક્તિધામનો સંપર્ક કરતા કોરોનાંથી મોતની વાત સાંભળતાં મુક્તિધામે કર્યા હાથ અધ્ધર કરી દીધા હતા સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ પછી પરિવારે મીડિયા કર્મીઓનો સંપર્ક કરતાં મોતનો મલાજો ઝળવાયો હતો. મીડિયા દ્વારા રાત્રે સેવાભાવી લોકોને મદદ માટે બોલાવી અગ્નિદાહની વ્યવસ્થા કરાવી હતી. પાટણના હિન્દૂ સ્મશાન ગૃહમાં વહેલી સવારે 4 કલાકે નિયમ પ્રમાણે અંતિમસંસ્કાર કરાયા હતા.