દાહોદઃ કોણે યુવકના માથામાં હથોડીના ઘા મારી કરી નાંખી હત્યા ? લાશને ચાંપી દીધી આગ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Dec 2020 11:54 AM (IST)
અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે યુવકની અગમ્ય કારણો સર હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હત્યા કરાયા બાદ યુવકની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
તસવીરઃ યુવકની હત્યા કરાયેલી લાશની તપાસ માટે પહોંચેલી દાહોદ ગ્રામ્ય પોલીસ. યુવકનું ઓળખ અને હત્યાનું કારણ જાણવા પોલીસે શરૂ કર્યા પ્રયાસ.
દાહોદઃ અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે યુવકની અગમ્ય કારણો સર હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હાઇવે પર આવેલ એલ.પી.જી. પંપની સામે રસ્તાના ડિવાઈડર વચ્ચેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હથોડીના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનુ પ્રાથમિક અનુમાન છે. હત્યા કરાયા બાદ યુવકની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. તેમજ તેની હત્યા કોણે અને કેમ કરવામાં આવી તે પણ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.