થરાદઃ જિલ્લાના થરાદ સાચોર હાઇવે પર યુવકનો લોહીલૂહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પીલુડા-માંગરોળ વચ્ચે રોડની સાઈડમાં યુવક મૃત હાલતમાં જોવા મળ્યો હતો. રાહદારીઓની નજર પડતાં પોલીસ મથકે જાણ કરાઈ હતી. મૃત પામેલા યુવકના શરીર પર લોહીના ડાઘ હોવાને પગલે હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, રવિવારે વહેલી સવારે પિલૂડા-માંગરોળ વચ્ચે આવેલા એગ્રો માર્કેટ પાસે યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, હજુ સુધી આ યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે નહીં, તે અંગે વધુ કોઈ જ વિગતો સામે આવી નથી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લાવી જાણવા જોગ ગુન્હો નોંધી મૃતકની લાશને કોલ્ડ સ્ટોરેજ પાલનપુર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવકે શરીરે પેન્ટ-શર્ટ પહેરેલા છે. યુવક અંદાજે 35થી 40 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.
થરાદઃ લોહીલૂહાણ હાલતમાં યુવકની લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવક?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Jan 2021 11:35 AM (IST)
રવિવારે વહેલી સવારે પિલૂડા-માંગરોળ વચ્ચે આવેલા એગ્રો માર્કેટ પાસે યુવકની લોહીલૂહાણ હાલતમાં લાશ પડી હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, હજુ સુધી આ યુવક કોણ છે અને તેની હત્યા કરવામાં આવી છે કે નહીં, તે અંગે વધુ કોઈ જ વિગતો સામે આવી નથી.
તસવીરઃ યુવકની લાશ મળી આવતા ઘટનાસ્થળે દોડી આવેલા લોકો અને પોલીસ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -