ગાંધીનગરઃ ગુજરાતમાં ભર ઉનાળે કમોસની વરસાદ શરૂ થતાં લોકોની તકલીફો વધી છે. પહેલાં સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડતાં લોકો પરેશાન થયા. હવે ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડતાં લોકોની હાલત બગડી છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં સોમવારે પડેલા કમોસમી વરસાદ અને વાવાઝૉડાએ ભારે તબાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાના કારણે બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં તો અનેક ઘરોનાં છાપરા ઉડ્યાં હતાં. સનેસડા ગામે સ્કુલમાં વૃક્ષો પડતાં ભારે નુકસાન થયું હતું અને ગામના 100થી વધુ મકાનોનાં છાપરાં ઉડ્યાં હતાં.
આ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ સમગ્ર જિલ્લામાં વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે. વરસાદ અને વાવાઝૉડાએ ખેતીના પાકને વ્યાપક નુકસાન કર્યું છે. ઉનાળુ બાજરી અને ઘાસચારાના પાકને નુકસાન થતાં પશુઓ માટેના ઘાસચારાની પણ તકલીફ પડશે.
વાવાઝોડા અને વરસાદના કારણે થયેલાં મોતમાં દાંતીવાડાના ડાંગીયા ગામે વૃધ્ધનું કાચું મકાન ધરાશાયી થતાં દટાઈ જવાથી મોત થયું હતું જ્યારે ભાભરના સનેસડા ગામે 7 વર્ષના બાળકનું મોત થયું છે. ભારે પવનના કારણે બાળક પર કુંભી પડતાં મોત થયું છે.
જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલનપુરમાં ભારે વાવાઝોડા સાથે વરસાદે વિનાશ વેર્યો હતો. તેના કારણે પાલનપુરના જોરાવર પેલેસમાં ટાવર ધરાશાયી થઈ ગયો હતો. બીએસએનએલનો ટાવર ધરાશાયી થઇ હેડ પોસ્ટ ઓફીસ પર પડ્યો હતા અને તેના કારણે મોબાઈલ સેવાને વ્યાપક અસર થઈ છે. ટાવરનો કચ્ચરઘાણ વળ ગયો હતો.
ગુજરાતના આ જિલ્લામાં કમોસમી વરસાદ- વાવાઝોડાએ બે વ્યક્તિનો લીધો ભોગ, 100 મકાનોનાં છાપરાં ઉડ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 May 2020 10:07 AM (IST)
બનાસકાંઠામાં સોમવારે પડેલા કમોસમી વરસાદ અને વાવાઝૉડાએ ભારે તબાહી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાના કારણે બે વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -