મહેસાણાઃ કોંગ્રેસ નેતા વજીરખાન પઠાણ ના પુત્રના લગ્ન પ્રસંગે ફૂડ પોઇજનિંગ થયું હતું. આ મામલે કોંગ્રેસ નેતા વજીરખાન પઠાણે નિવેદન આપ્યું હતું કે, મોટાભાગના લોકોએ દૂધીનો હળવો ખાધો તેને આ તકલીફ થઇ છે. દેશની સૌથી મોટી કેટરિંગ બ્રાન્ડને ઓર્ડર આપ્યો હતો હાલ મોટાભાગના લોકો સારવાર લઈને સ્વસ્થ થઈ ગયા છે. અમે લોકોએ તમામ લોકોને સારવાર અપાવવામાં મદદ કરી. સારવાર નો ખર્ચ પણ અમારા પરિવારે ઉપાડ્યો. મને ઘણું દુઃખ થયું છે મારા ત્યાં અવસર હોય અને આવું થાય તો મારાથી વધુ દુઃખી ન હોઈ શકે. આમ, વજીર ખાન વાત કરતા કરતા રડી પડ્યા હતા. 



વિસનગરના સવાલા ગામ પાસે કોંગ્રેસના નેતાના ઘરે લગ્નપ્રસંગમાં જમણવાર પછી એક હજારથી વધુ લોકોને ફૂડ પોઇઝન થઈ જતાં ભાગદોડ મચી ગઈ હતી. રાત્રે એક વાગે લોકોને ઝેરી અસર થઈ હતી. 1000 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસરથી ભાગદોડ મચી હતી. તમામને મહેસાણા સિવિલ સહિત જુદી જુદી હોસ્પિટલમાં માં ખસેડવામાં આવ્યા. તંત્ર દ્વારા 2 નંબર જાહેર કરવામાં આવ્યા હતા.



આ અંગે જાણ થતાં આજે સવારે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેષ પટેલ પણ હોસ્પિટલે લોકોના ખબર અંતર પૂછવા દોડી આવ્યા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે, કેટરિંગની જવાબદારી દિલ્લી દરબાર કેટરિંગને આપેલ હતી. ચિકન અને માવા નો હલવો  જમીયા બાદ લોકોને થઇ ખોરાકી ઝેરની અસર થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.


કોઇ પણ વ્યક્તિને ફૂડ પોઈંઝનીંગના લક્ષણ જણાઇ આવે તો તાત્કાલિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર. મહેસાણાનો સંપર્ક કરવા નંબર જાહેર કરવામાં આવ્યા.  02762-222220/222299 નંબર જાહેર કરવામાં આવ્યા. કોંગ્રેસ નેતાના ત્યાં લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઇઝનિંગની અસર થઈ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ વઝીરખાન પઠાણ ના ત્યાં પ્રસંગ હતો.