મહેસાણાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કોલેજમાં અભ્યાસ કર્યો હતો, તે કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. મહેસાણા જિલ્લાની વિસનગરની એમ એન કોલેજને હેરિટેજ કોલેજમાં સ્થાન મળ્યું છે. એમ એન કોલેજમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કર્યો હતો. 1967માં પ્રિ-સાયન્સમાં અભ્યાસ કર્યો હતો. 


ગુજરાતના 2 પૂર્વ મુખ્યમંત્રી પણ આ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. આનંદીબેન પટેલે 1965-66 અને 1966-67 માં એમએસસી કેમેસ્ટ્રી વિષયમાં અભ્યાસ કર્યો હતો. શંકરસિંહ વાધેલાએ 1964માં એમએ ઇકોનોમિકસમાં અભ્યાસ કર્યો હતો.


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં 500 કરોડના ખર્ચે રસ્તો બનાવાની કરી મોટી જાહેરાત, જાણો કયો રોડ બનશે?


બનાસકાંઠાઃ કેન્દ્રીય મંત્રીની ધાનેરા હાઇવે બાબતે મોટી જાહેરાત કરી છે. 500 કરોડના ખર્ચે ધાનેરાથી ડીસાનો 34 kmનો રસ્તો બનશે. ધાનેરાને કેન્દ્ર સરકાર તરફથી રસ્તાની વધુ એક ભેટ મળી છે. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ નવા રસ્તા બાબતે જાહેરાત કરી છે. સતત મુશ્કેલી વેઠતા વાહનચાલકો અને સ્થાનિકો નવીન રસ્તાનો લાભ મળશે.


કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ વિકાસની પરંપરા ગુજરાતમાં જે ચાલુ કરી તે પહેલા આનંદીબહેન અને પછી નીતિનભાઈ વિજયભાઈની જોડીએ આગળ વધારી છે.


આજે વિકાસ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, આજે સરકારની કામગીરીને 5 વર્ષ પુરા થઈ રહ્યા છે. જે અંતર્ગત 93 કરોડ રૂપિયાના કામોના લોકોર્પણ અને ખાતમુહર્ત થયા. વિકાસના કામો કોરોનાકાળમાં પણ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વમાં કોરોના કાળમાં બધું સ્થિગીત હતું ત્યારે પણ ગુજરાતમાં વિકાસ કામો થઈ રહ્યા હતા. વતન પ્રેમ નવી યોજનની જાહેરાત કરવામા આવી છે. પોતાના વતન માટે જે ફાળો આપશે તેના 40 ટકા ફાળો રાજ્ય સરકાર આપશે. આ યોજના અવશ્ય સારી રીતે ચાલશે. 5 વર્ષ પુરા થયા બાદ પણ હજુ ઘણું વધુ કરવાનું છે. રેસિડેન્ટ ડોક્ટરો ની માંગણીઓ ખોટી છે. અમે વિનંતી કરીએ છીએ કે તેઓ કામે લાગી જાય.