ધનસુરાઃ રૂપાણી સરકારમાં મંત્રી સૌરભ પટેલના કાર્યક્રમમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસ દોડતી થી ગઈ હતી. સૌરભ પટેલના કાર્યક્રમમાં યુવક આત્મવિલોપન કરવા પહોંચ્યો હતો. જોકે, ધનસુરા પોલીસે યુવકની અટકાયત કરી લીધી છે. ખેતી લાયક જમીનમાં શાળાનું બાંધકામ થયું હોવાનો આક્ષેપ યુવકે લગાવ્યો છે. યુવકને ન્યાય નહીં મળતા આ પગલું ભર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં મંત્રી સૌરભ પટેલનો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો જાગૃકતા કાર્યક્રમ હતો. આ સમયે યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
રૂપાણી સરકારના મંત્રીના કાર્યક્રમમાં યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, પછી શું થયું?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Aug 2020 12:09 PM (IST)
ખેતી લાયક જમીનમાં શાળાનું બાંધકામ થયું હોવાનો આક્ષેપ યુવકે લગાવ્યો છે. યુવકને ન્યાય નહીં મળતા આ પગલું ભર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -