Weather upate:ડિસેમ્બરના મધ્ય આવતા હવે રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. .કંડલા ઍયરપોર્ટ પર 11, ડીસામાં 11.8, ભુજમાં 12.8,ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટમાં 13 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. હવામાન વિભાગે કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે.


ક્યાં શહેરમાં કેટલું તાપમાન નોંધાયું



  • નલિયા- 6.0 ડિગ્રી

  • કંડલા એરપોર્ટ-11.0 ડિગ્રી

  • ડિસા -11.0 ડિગ્રી

  • ભૂજ - 12.8 ડિગ્રી

  • ગાંધીનગર -13.0 ડિગ્રી

  • વલસાડ-13.0 ડિગ્રી

  • અમદાવાદ -13.4 ડિગ્રી

  • કેશોદ – 13.6 ડિગ્રી

  • રાજકોટ 13.7 ડિગ્રી

  • મહુવા 14.1 ડિગ્રી

  • સુરેન્દ્રનગર 14.5 ડિગ્રી

  • અમરેલી 14.6 ડિગ્રી

  • દિવ- 15.5 ડિગ્રી

  • પોરબંદર 16.0 ડિગ્રી

  • ભાવનગર 16.3 ડિગ્રી

  • વડોદરા 17.2 ડિગ્રી

  • દ્વારકા -17.6 ડિગ્રી

  • સુરત- 18.6 ડિગ્રી


હવામાન વિભાગે આગામી ચાર દિવસ બાદ ગુજરાતમાં ઠંડીની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અન કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હાલ રાજ્યમાના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે.


ઉત્તર ભારતમાં  થયેલ હિમવર્ષાના પગલે પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનના પારો ગગડતાં શૂન્યે પહોંચી જતા અહીં બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુમાં વાહનો,વૃક્ષો પર બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો


બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો


Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ


Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત