Heat Wave Forecast:રાજ્યભરમાં હાલ તાપમાનનો પારો 43ને પાર જતાં આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે. હાલ આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 2 દિવસ હિટ વેવની આગાહી કરી છે. ગરમીને લઇને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અમદાવાદ,ગાંધીનગરમાં ઓરેન્જ અપાયું છે. પંચમહાલ,વડોદરા, સુરતમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે. હવામાન વિભાગે સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબીમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. ભાવનગર, બોટાદ, કચ્છમાં પણ ગરમીને લઇને ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જો કે આ બધાની વચ્ચે રાહતના સમાચાર છે એ છે કે,  હવામાન વિભાગે બે દિવસ બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડાનો અનુમાન વ્યક્ત કર્યો છે.  


ભીષણ ગરમી વચ્ચે તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું રેમલ




ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલું આ ચક્રવાતી તોફાન 26 મે (રવિવાર)ના રોજ ગંભીર ચક્રવાત તરીકે પશ્ચિમ બંગાળ અને પડોશી દેશ બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.હવામાન વિભાગનું કહેવું છે કે ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાક અને બાંગ્લાદેશમાં 25 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26-27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.આ વાવાઝોડું 25 મે (શનિવાર) ના રોજ ડીપ ડિપ્રેશનમાં અને 26 મેના રોજ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMD એ કોલકાતા, હાવડા, નાદિયા, ઝારગ્રામ, ઉત્તર 24 પરગણા, દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી છે.હવામાન વિભાગે હજુ સુધી ચક્રવાતના લેન્ડફોલને લગતી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ વિશ્વના વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન સંશોધન મોડ્યુલો દાવો કરે છે કે રેમલ રવિવારે લેન્ડફોલ કરી શકે છે.






એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાવાઝોડું મુખ્યત્વે બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરતું જોવા મળે છે, પરંતુ તે ગમે ત્યારે પોતાનો રસ્તો બદલી શકે છે. તેનું લેન્ડફોલ બાંગ્લાદેશના સુંદરબનથી લઈને ઓડિશાના દરિયાકિનારા સુધી ગમે ત્યાં થઈ શકે છે.