એરલાઈંસની જેમ વધશે દુરંતો, રાજધાની અને શતાબ્દી ટ્રેનનું ભાડું, 9 સપ્ટેબરે થશે લાગૂ
abpasmita.in | 07 Sep 2016 03:23 PM (IST)
નવી દિલ્લી: હવે જલ્દીથી એયરલાઈંસ કંપનીઓની જેમ દૂરંતો, રાજધાની અને શતાબ્દી ટ્રેનોનુ ભાડું પણ માંગને જોતા વધશે. રેલ મંત્રાલય તરફથી મળેલી માહિતી પ્રમાણે, આ નવી વ્યવસ્થા 9 સપ્ટેબર 2016થી લાગૂ થનાર છે. રેલ મંત્રાલયે દૂરંતો, રાજધાની અને શતાબ્દીમાં ફ્લેક્સી ફેયર સિસ્ટમ લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એના મારફતે 10 ટકા સીટ બુક થવા બદલ બેસ ફેયરમાં 10 ટકાનો નફો થઈ જશે. જો કે, 1AC અને EC ક્લાસને આનાથી અલગ રાખવામાં આવ્યો છે. રેલ્વેની આ તૈયારી નુકસાનમાંથી બહાર નીકળવા માટે કરવામાં આવી રહી છે.