મુંબઇઃ યશ રાજ ફિલ્મ્સના(TRF) બેનર હેઠળ બનનાર ફિલ્મ 'ઠગ્સ ઑફ હિંદોસ્તા' માં અમિતાભ બચ્ચન અને આમિર ખાન સાથે કામ કરશે. આ ફિલ્મ 2018માં દિવાળી પર રિલીઝ થશે. YRF પહેલી વાર બંને કલાકારોને સાથે લાવી રહી છે.
એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, 'ઘૂમ-3'ના લેખક નિર્દેશક વિજય કૃષ્ણા આચાર્ય (વિક્ટર) એક વાર ફરી આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.
આમિરે પોતાના ફેસબૂક પેજ પર પોસ્ટ કરીને કહ્યું છે કે, આખરે, અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની જે સમયની રાહ જોઇ રહ્યો હતો તે આવી ગયો છે. ધન્યવાદ આદિત્ય ચોપડા, વિક્ટર 'ઠગ્સ ઑફ હિંદોસ્તા' માટે. હું જેને આદર માનું છું, તેમની સાથે કામ કરવાને લઇને ઘણો ઉત્સાહી છું.
દિગ્ગજ કલાકારો આ ફિલ્મનું શુટિંગ આવતા વર્ષે શરૂ કરશે. ફિલ્મની અભિનેત્રીઓના નામની જાહેરાત કરવાની બાકી છે.