Miss Universe 2024:મિસ યુનિવર્સ 2024 વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થેલ્વિગે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો છે. મિસ યુનિવર્સ 2024 ના ગ્રાન્ડ ફિનાલેના અંતે  થેલવિગને  તાજ પહેરાવ્યો.


 






 






 મિસ યુનિવર્સ 2024 વિજેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેનમાર્કની વિક્ટોરિયા કેજેર થેલ્વિગે મિસ યુનિવર્સ 2024નો ખિતાબ જીત્યો છે. મિસ યુનિવર્સ 2024 ના ગ્રાન્ડ ફિનાલેના અંતે નિકારાગુઆના શાનિસ પાલેસિઓસે થેલવિગને તાજ પહેરાવ્યો હતો.


મેક્સિકોમાં યોજાયેલી મિસ યુનિવર્સ 2024 સ્પર્ધામાં ટોચના 5 સ્પર્ધકોમાં થેલ્વિગને વિજેતા તરીકે પસંદ કરવામાં આવી હતી. મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન, નાઈજીરિયાની ચિદિન્મા અદેત્શિના, થાઈલેન્ડની સુચાતા ચુઆંગશ્રી અને વેનેઝુએલાની ઈલિયાના માર્ક્વેઝ રનર્સ અપ રહી હતી.


વિક્ટોરિયા કોણ છે?


પોતાની સુંદરતા અને પ્રતિભાથી મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર વિક્ટોરિયા એક ઉદ્યોગસાહસિક અને મહત્વાકાંક્ષી વકીલ છે. 21 વર્ષની વિક્ટોરિયા ડાન્સર પણ છે.  વિક્ટોરિયાએ પોતાની પ્રતિભા બતાવીને તેણે 126 સ્પર્ધકોને હરાવીને આ ખિતાબ જીત્યો.


ભારતમાંથી કોણે ભાગ લીધો હતો?


આ વખતે ભારતની રિયા સિંઘાએ મિસ યુનિવર્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રિયાએ ટોપ 30માં સ્થાન મેળવ્યું હતું. તે ટોપ 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી અને રેસમાંથી બહાર થઈ ગઈ. આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન મેક્સિકોમાં કરવામાં આવ્યું હતું. રિયાને ટોપ 30માં જોયા બાદ દેશવાસીઓને ચોથી વખત ઈતિહાસ રચવાની આશા હતી.


આ વખતે મિસ યુનિવર્સ સ્પર્ધા હતી ખાસ


જ્યારે વિક્ટોરિયાને નિકારાગુઆના વર્તમાન વિજેતા શીનીસ પેલેસિયોસ દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે પ્રેક્ષકો અને સ્ટેજ પર ઉભેલા મોજૂદ દરેક લોકો ખૂબ જ ખુશ હતા. વિક્ટોરિયાની પણ પ્રશંસા કરી. આ વર્ષે મિસ યુનિવર્સના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત 28 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ ભાગ લેવાની તક આપવામાં આવી હતી. માલ્ટાની બીટ્રિસ નજોયા ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચનારી 40 વર્ષથી ઉપરની પ્રથમ મહિલા બની હતી.