Miss World 2021 :કોરોનાના કેસમાં વધારો થતા Miss World 2021 સ્પર્ધાને  સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ સ્પર્ઘાની નવી તારીખ 90 દિવસની અંદર ફરી જાહેર કરવામાં આવશે.


ઓમિક્રોનના ખતરા વચ્ચે એકવાર ફરી કોરોના કેસ વધી રહ્યાં છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે મિસ વર્લ્ડ 2021 સ્પર્ધાને પોસ્ટપોન કરાઇ છે. આ સ્પર્ઘના સ્પર્ધકો કોરોના પોઝિટિવ આવતા  મિસ વર્લ્ડ 2021નો ફિનાલે અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો છે. ઇવેન્ટની શરૂઆતના થોડા કલાકો પહેલાં ગુરુવારે તેની જાહેરાત કરવામાં આવી હતી. હાલમાં, સ્પર્ધકોને પ્યુઅર્ટો રિકોમાં આઇસોલેટ કરાયા છે. જ્યાં ફિનાલે થવાની હતી.


એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "સ્પર્ધકોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને મિસ વર્લ્ડ ફિનાલે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે."


16 સ્પર્ધકો અને સ્ટાફના સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમિતોમાં ભારતની માનસા વારાણસી પણ સામેલ છે. મનસાએ મિસ ઈન્ડિયા વર્લ્ડ 2020નો ખિતાબ જીત્યો હતો અને હવે તે  આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ વર્લ્ડ 2021 માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.મિસ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશને તેના ઓફિશિયલ પેજ પર કહ્યું, "અમે ચોક્કસ રીતે કરી નથી શકતા કે, મનસા  તેના અથાક મહેતન છતાં પર વિશ્વ મંચ પર ચમકી શકશે કે  નહીં. જો કે, હાલ તેનું સ્વાસ્થ્ય પ્રાથમિકતા છે”


મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, વાઈરોલોજિસ્ટ અને મેડિકલ એક્સપર્ટ્સ સાથેની બેઠક બાદ સ્પર્ધાને પોસ્ટપોન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે સવારે આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ સ્પર્ધાને હાલ પુરતી સ્થગિત રખાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, સંક્રમિતોને આરોગ્ય અધિકારીની મંજૂરી બાદ ઘરે જવા દેવામાં આવશે.


ઓમિક્રોન પર હાલની રસીઓની અસર


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને બુધવારે જણાવ્યું હતું કે, પ્રારંભિક પુરાવા સૂચવે છે કે, કોવિડ-19 માટેની વર્તમાન રસીઓ ઓમિક્રોન વાયરસ સાથે સંકળાયેલા ચેપ અને ટ્રાન્સમિશન સામે ઓછી અસરકારક  સાબિત થઇ રહી છે. , જે લોકોને રસી આપવામાં આવી હોય તેવા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમિત થાય છે.  WHO, તેના સાપ્તાહિક રોગચાળાના અપડેટમાં, જણાવ્યું હતું કે, ઓમિક્રોન પર રસી, અથવા અગાઉના ચેપમાંથી મેળવેલી રોગપ્રતિકારક શક્તિ કેટલી અસરકારક છે તે વધુ સારી રીતે સમજવા માટે વધુ ડેટાની જરૂર છે, જેના માટે વૈજ્ઞાનિકો સતત પ્રયત્નશીલ છે.


કોરોનાના અન્ય ઘણા પ્રકારોથી પણ ખતરો છે


અગાઉ, WHOએ મંગળવારે ઓનલાઈન બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્નના પ્રકારમાં મુકવામાં આવ્યો છે. અત્યાર સુધીના ઉપલબ્ધ ડેટા પરથી કહી શકાય કે કે આ નવા વેરિઅન્ટને લઇને હજુ ખતરો યથાવત છે. અધિકારીઓનું કહેવું છે કે ઓમિક્રોનની સાથે ઘણા દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના કેસે પણ ચિંતા વધારી છે.  જોકે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ડેલ્ટા ચેપના કેસમાં ઘટાડો થયો છે.