MOCHA CYCLONE: ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે, રવિવારથી બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાઈ શકે છે. તે ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. તેનું નામ મોચા છે. તો આ વાવાઝોડાની ગુજરાત પર કેવી અને કેટલી અસર થશે તે જાણીએય


હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે. બાદ તે લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે બાદ તે સિસ્ટમ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સ્થિતિમાં થશે બાદ વાવાઝોડુ સર્જાઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝડો ઉત્તમ પર્વ તરફ આગળ વધશે. આ અનુમાન મુજબ મ્યાનમાર, બાંગ્લાદેશ પર વધુ ખતરો જોવાઇ રહ્યો છે.


ક્યાં ક્યાં વિસ્તારને અસર કરશે


હવામાન વિભાગના અનુમાન મુજબ જો પવનની દિશા મ્યાનમાર તરફ ફંટાશે તો ભારતના દરિયા કિનારેને કોઇ અસર થવાની શક્યતા નહિવત છે પરંતુ  જો વાવાઝોડું બાંગ્લાદેશ તરફ ફંટાય બંગાળ અને નોર્થ ઇસ્ટના વિસ્તાર પર તેની અસર થઇ શકે છે. બંગાળની આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અને હાલની સ્થિતિને જોતા મોચા વાવાઝોડાની ગુજરાત પર કોઇ અસર નહી થાય. 


બંગાળની ખાડી ઉપર વાવાઝોડા વિક્ષોભના પ્રભાવને અપેક્ષિત હવામાનની વાત કરવામાં આવે તો, 7 તારીખે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ અને આસપાસના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફૂંકાવવાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસ નજીકમાં પવની ગતિ-ધીમે ધીમે વધીને 50-60 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે. 


માછીમારો માટે છે ચેતાવણી - 
હવામાન વિભાગે માછીમારો, નાના જહાજ, નાની નાવડીઓ અને ટ્રૉલરોને 7 મેથી બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ અને આસપાસના વિસ્તારોમાં ના જવાની સલાહ આપી છે. દરિયો ખેડવાવાળા લોકોને ચેતવવામાં આવ્યા છે કે, તેઓ 7 મે પહેલા સુરક્ષિત જગ્યાઓ પર પાછા આવી જાય. આઈએમડી ડીજી મહાપાત્રાએ લોકોને કહ્યું છે કે, શું સંભવિત વાવાઝોડાથી કોઇ ડરે નહીં, પરંતુ દરેક સ્થિતિનો કરવા માટે તૈયાર રહે.  તેમને આગળ કહ્યું- "આઈએમડી દરેક ડેવલપમેન્ટ દરરોજ આના વિશે અપડેટ આપશે. વાવાઝોડુ મે મહિનામાં સૌથી વધુ આવે છે અને ઓડિશામાં આ પહેલા પણ પ્રકૃતિના પ્રકોપનો સામનો કરી ચૂક્યુ છે.