નવી દિલ્લીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર 1 સપ્ટેમ્બરથી લોકડાઉનમાં વધારે છૂટછાટો આપીને અનલોક 4 જાહેર કરવાની તૈયારીમાં લાગી છે. અનલોક 4 દરમિયાન શું છૂટ મળશે તેની અટકળો ચાલી રહી છે ત્યારે અનલોક 4 દરમિયાન મલ્ટિપ્લેક્સ થીયેટરો તથા સિનેમાઘરો ખોલવાની મંજૂરી મળે તેવી શક્યતા છે.


સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનલૉકની આગામી ગાઇડલાઇનમાં સિનેમાઘરો ખોલવા અંગે ચોક્કસ નિયમો સાથે છૂટછાટ મળી શકે છે. મૉલ ખોલવાની મંજૂરી પહેલા જ મલી ચૂકી છે ત્યારે હવે સિનેમાઘરો તથા મલ્ટીપ્લેક્સ ખોલવાની મંજૂરી પણ મળશે. મલ્ટિપ્લેક્સ તથા સિનેમાઘરાનો માલિકો 50 ટકા ક્ષમતા સાથે સિનેમાઘરો તથા મલ્ટીપ્લેક્સ ખોલવાની મંજૂરીની માગ કરી રહ્યા છે. સરકાર જે કંઇ તકેદારીઓ રાખવા કહેશે તેનું અક્ષરશ: પાલન કરીશું એવી ખાતરી પણ તેમણે આપી છે એ જોતાં સિનેમાઘરો તથા મલ્ટીપ્લેક્સને છૂટ મળી શકે છે. આ ઉપરાંત

સભાગૃહની 50 ટકા સીટો જેટલા શ્રોતાઓ બોલાવીને સંગીત, નૃત્ય, નાટક, સભા, વિમોચન જેવા કાર્યક્રમ કરી શકાશે. શરત એટલી કે કાર્યક્રમ કન્ટેઇનમેન્ટ ઝોનમાં ન હોવો જોઇએ. અનલૉકની આગામી ગાઇડલાઇનમાં કેન્દ્ર સરકાર આ બાબતો સામેલ કરી શકે છે.