સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે લખતર તાલુકાના અનેક ગામોમાં અવરજવરના રસ્તાઓ બંધ થઈ ગયા છે.


સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં 7 ઇંચ, થાનગઢમાં પોણા સાત ઇંચ, 6.3 ઇંચ, સાયલામાં 4.5 ઇંચ, ધ્રાંગધ્રા, 4 ઇંચ, લીંબડીમાં પોણા ચાર ઇંચ, ચોટીલામાં સાડા 3 ઇંચ, દસાડામાં 2.5 ઇંચ, ચુડામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. આમ, સુરેન્દ્રનગર જિલ્લામાં 2 ઇંચથી સાત ઇંચ સુધી વરસાદ ખાબકતા જિલ્લો પાણી પાણી થઈ ગયો છે.

કયા કયા રસ્તા થયા બંધ?

લખતર થી તણમણીયા
લખતર થી કેશરિયા
લીલાપુર થી ઈંગરોળી અને ઢાંકી
તલવણી થી ભડવાણા
લખતર થી સદાદ ,મોઢવાણા
વણા થી ધણાદ