Jio Financial: ટૂંક સમયમાં ગ્રાહકો રિલાયન્સ ડિજિટલ પાસેથી ટીવી-એસી, ફ્રીજ સહિત તમામ પ્રકારની કન્ઝ્યુમર ડ્યુરેબલ વસ્તુઓ ખરીદવા માટે Jio ફાઇનાન્સિયલ સર્વિસિસ પાસેથી લોન મેળવવાનું શરૂ કરી શકે છે. આ માટે રિલાયન્સે તેના કન્ઝ્યુમર ડ્યુરેબલ ફાઇનાન્સ પ્રોગ્રામનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે.
રિલાયન્સ ડિજિટલથી કરો શોપિંગ, લોન આપશે Jio ફાયનાન્સિયલ
આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ કંપની આ વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં Jio Financial Services લોન્ચ કરી શકે છે. કંપની રિલાયન્સ ડિજિટલથી ખરીદી કરતા ગ્રાહકોને વધુ સારા ફાઇનાન્સ વિકલ્પો અને ઑફર્સ આપવા કરવા માંગે છે. જેનાથી રિલાયન્સ રિટેલના નફામાં વધારો થશે. રિલાયન્સ ડિજિટલના ઘણા સ્ટોર્સ પર પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કંપની વિવિધ સામાનના ખરીદદારોને અન્ય નાણાકીય સંસ્થાઓ અને બેંકો સાથે જિયો ફાઇનાન્સનો વિકલ્પ આપી રહી છે. Jioની નાણાકીય સેવાઓ શરૂ થયા પછી બજાજ ફિનસર્વ, HDFC બેંક સહિત નાણાકીય સેવાઓ પ્રદાન કરતી ઘણી કંપનીઓને સખત સ્પર્ધા મળશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટના ડિમર્જરને લેણદારો અને શેરધારકો દ્વારા લગભગ બે મહિના પહેલા 4 મેના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આ ડિમર્જર શેર-સ્વેપ વ્યવસ્થા દ્વારા કરવામાં આવશે. ડિમર્જરની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટ્સનું નામ બદલીને Jio Financial Services Limited કરવામાં આવશે.
નવી કંપની ઓક્ટોબર સુધીમાં શેરબજારમાં લિસ્ટ થવાની ધારણા છે. આરઆઈએલના શેરધારકોને તેમની પાસેના દરેક શેર માટે Jio ફાયનાન્સિયલ સર્વિસનો એક શેર મળશે. 2022માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના નાણાકીય સેવાઓના વ્યવસાયને અલગ એકમ બનાવવા અને બાદમાં તેને સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ કરવાની જાહેરાત કરી હતી.
નવી કંપનીનો બિઝનેસ પ્લાન શું છે?
Jio Financial Services ગ્રાહક અને વેપારી ધિરાણ વ્યવસાય શરૂ કરવાની યોજના ધરાવે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની મેક્વેરીએ ગયા વર્ષે તેના રિપોર્ટમાં રિલાયન્સના ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસને બજાર વૃદ્ધિના સંદર્ભમાં Paytm અને અન્ય ફિનટેક કંપનીઓ માટે મોટો ખતરો ગણાવ્યો હતો. જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ ડેટાની વિશાળ ઍક્સેસને કારણે મોટાભાગની ફિનટેકથી અલગ હશે. આવી સ્થિતિમાં તે Jio, Alibaba, Amazon, Apple જેવી નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટે ખરા સમયમાં આ ડેટાની પ્રક્રિયા અને વિશ્લેષણ કરી શકે છે.
નાણાકીય સેવાઓમાં Jio તરફથી મોટો પડકાર
ડિમર્જર પછી Jio ફાયનાન્સિયલ સર્વિસિસ દેશની પાંચમી સૌથી મોટી નાણાકીય સેવા કંપની બની શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે NBFC લાયસન્સ પણ છે, જેનાથી કંપનીને ગ્રાહક અથવા વેપારી ધિરાણમાં ફાયદો થશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ્સ લિમિટેડ, રિલાયન્સ પેમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ, જિયો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ, રિલાયન્સ રિટેલ ફાઇનાન્સ લિમિટેડ, જિયો ઇન્ફર્મેશન એગ્રીગેટર સર્વિસિસ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ ઇન્શ્યોરન્સ બ્રોકિંગ લિમિટેડ રિલાયન્સના નાણાકીય સેવાઓના વ્યવસાયમાં રોકાણ છે.