25 વર્ષના આ શખ્સે પોતાને પુણેનો રહેવાસી બતાવ્યો છે પરંતુ મૂળ રૂપથી તે બિહરાનો રહેવાસી છે. પોતાની જાતને બીગ બીનો ફ્રેન હોવાનો દાવો કરનાર આ શખ્સનું નામ બુલેટ ભંવરીલાલ યાદવ છે. તેનું કહેવું છે કે, તે અમિતાભને ભોજપુરી ગીત સંભળાવવા માંગતો હતો.
પોલીસનું કહેવું છે કે, ઘટના રવિવારે બપોરે 2 કલાકે બની હતી. જ્યારે અમિતાભનો ફ્રેન ‘જલસા’ની બહાર ભેગા થયા હતા. તે વખતે મોકો જોઈને આ શખ્સ સિક્યોરિટીને ચકમો આપીને ઘરમાં ઘૂસી ગયો હતો. જો કે અત્યાર સુધી સ્પષ્ટ થયું નથી કે, આ શખ્સની ધરપકડ થયા પહેલા અમિતાભને મળી શક્યો છે કે નહીં. આ શખ્સે જણાવ્યું છે કે, તે ખોટા ઈરાદાથી અમિતાભના ઘરમાં ઘૂસ્યો નહોતો, જો કે પોલીસ આ શખ્સને પકડીને જૂહૂ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.