J&K: NC નેતા ઈફ્તિખારે છોડી પાર્ટી, ભારતના સમર્થક રહેવા માટે માંગી માફી
abpasmita.in | 01 Aug 2016 09:52 AM (IST)
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના નેતા ઈફ્તિખાર હસૈન મિસગરે પાર્ટીને અલવિદા કહી દીધું છે. બતાવવામાં આવી રહ્યું છે કે મિસગરે ભારત-સમર્થક રહેવા માટે માફી માંગી છે. જો કે પાર્ટીએ આ વિશે અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. મિસગરે વર્ષ 2014 અને તેના પછી ગત વર્ષે જૂનમાં અનંતનાગ વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સની ટીકિટ પર ચૂંટણી લડી હતી. પરંતુ બન્ને વખતે તેમને હારનો સામનો કરવો પડયો હતો. અનંતનાગ પાસેથી મળેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે મિસગરે ચીની ચોકમાં આયોજીત એક પ્રદર્શનમાં સામેલ થઈને એનસીથી રાજીનામાની જાહેરાત કરી હતી. લોકોએ દાવો કર્યો છે કે મિસગરના રાજીનામાની જાહેરાત અનંતનાગના જામિયા મસ્જિદથી પણ થઈ છે. આ વિશે મિસગરથી વાત થઈ શકી નથી. તેમને રાજીનામું આપ્યું નથી, પરંતુ અમુક લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે.