Droupadi Murmu On Women Reservation Bill: મહિલા આરક્ષણ બિલ (નારી શક્તિ વંદન એક્ટ)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં અને 21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં પસાર થયું હતું. સંસદના બંને ગૃહો દ્વારા કોઈપણ બિલ પસાર થયા પછી, તેને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે છે જેથી તે કાયદો બની શકે.
આ કાયદાના અમલ બાદ મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33 ટકા અનામત મળશે. જ્યારે સંસદ દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે તે જાતિય ન્યાય માટે આપણા સમયની સૌથી પરિવર્તનકારી ક્રાંતિ હશે.
આ પહેલા ગુરુવારે ઉપપ્રમુખ જગદીપ ધનખડે નારી શક્તિ વંદન એક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. વિશેષ સત્રમાં મોદી સરકાર નારી શક્તિ વંદન એક્ટ એટલે કે મહિલા આરક્ષણ બિલ લાવી હતી. આ બિલને સંસદના બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતીથી વધુ મત મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિના સચિવાલયે એક્સ પર પોસ્ટ કર્યું છે.” "રાજ્યસભાના માનનીય અધ્યક્ષે માનનીય રાષ્ટ્રપતિને તેમની મંજૂરી માટે રજૂ કરતા પહેલા બંધારણની કલમ 111 હેઠળ 'બંધારણ (128મો સુધારો) બિલ, 2023' પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે એક તસવીર શેર કરવામાં આવી છે જેમાં કાયદા મંત્રી ધનખડ પાસેથી આ બિલની સહી કરેલી નકલ સ્વીકારતા જોવા મળે છે.
લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની ખાતરી આપતું આ બિલ અમલમાં આવવામાં સમય લેશે કારણ કે આગામી વસ્તી ગણતરી બાદ લોકસભા અને વિધાનસભા મતવિસ્તારોનું સીમાંકન કરવામાં આવશે અને પછી નક્કી કરવામાં આવશે કે કઈ સીટો મહિલા ઉમેદવારો માટે રહેશે.
આ પણ વાંચો
રાજ્યના આ જિલ્લાઓમાં પથ્થરમારાની ઘટનાઓ, ઘોઘંબામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ
Asian Games 2023: શૂટિંગ પર સોના-ચાંદીની વર્ષા, ઐશ્વર્યા પ્રતાપ સિંહે સિલ્વર જીત્યો
Alert: સરકારે ગૂગલ ક્રોમ યુઝર્સ માટે જારી કરી ચેતવણી, અહીં જાણો તમારે શું ન કરવું જોઈએ