NCP Leader Jitendra Awhad On Ram: NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને કરેલા નિવેદન બદલ માફી માંગી છે. આ પહેલા મહારાષ્ટ્રમાં તેની સામે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.
શરદ પવાર જૂથના NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈને વિવાદિત નિવેદન બદલ માફી માંગી છે. તેણે કહ્યું છે કે ભાષણ આપતી વખતે તેણે ભૂલ કરી હતી.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે તેમણે ભગવાન રામની જીવનશૈલી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો હતો. ભાજપના નેતાઓએ તેમના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું અને મહારાષ્ટ્રમાં તેમની વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.
"ક્યારેક ભૂલ થઇ જતી હોય છે"
નિવેદન અંગે તેઓ સતત પોતાના સ્ટેન્ડ પર અડગ હતા, પરંતુ હવે તેમણે યુ-ટર્ન લીધો છે. ગુરુવારે (4 જાન્યુઆરી) તેમણે વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગી અને સ્પષ્ટતા કરતા કહ્યું કે, "હું ભાષણ દરમિયાન બોલતો જ ગયો એમાં ક્યારેક મારાથી ભૂલ પણ થઈ જાય છે... હું મારા નિવેદન માટે માફી માંગુ છું."
અજિત પવાર જૂથના નેતાઓમાં પણ નારાજગી
ભગવાન રામ પર જીતેન્દ્રના નિવેદનને લઈને ભાજપ અને અજીત જૂથના નેતાઓમાં નારાજગી છે. અજિત જૂથના NCP કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નિવેદન પર અડગ હતા
એનસીપીના નેતાએ અગાઉ તેમના નિવેદન અંગે કડક વલણ અપનાવ્યું હતું કે તે પોતાના નિવેદન પર અડગ છે જો કે વિરોધનો વંટોળ શરૂ થતાં તેમણે માફી માંગી હતી.
"ભગવાન શ્રી રામચંદ્ર તમને સદ્બુદ્ધિ આપે"
મહારાષ્ટ્ર ભાજપે પણ NCP નેતાના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે બુધવારે (3 જાન્યુઆરી) ટ્વિટર પર લખ્યું, 'જિતેન્દ્ર આવ્હાડ, આપનો સાર્વજનિક વિરોધ! તમે આજે ભગવાન રામચંદ્રને યાદ કર્યા. તમારા વર્તન અને વિચારોમાં રામ કરતાં રાવણ વધુ સ્પષ્ટ દેખાય છે. હિંદુ દેવતાઓનું અપમાન કરવાથી ન જાણે આપને શું ખુશી મળે છે એ તો તમે જ જાણો, જો કે આપને ખબર નથી કે, ખોટો અને આપની સુવિધાજનક ઈતિહાસ લખવાની તમારી જૂની યુક્તિ રામભક્તો સહન નહીં કરે. ભગવાન શ્રી રામચંદ્ર આપને સદ બુદ્ધિ આપે!”
ભગવાન રામ પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યું કે આવા નિવેદનો રાજકારણ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.