Nepal Plane Crash: નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું એટીઆર 72 વિમાન રવિવારે સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું છે. યતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. તમામ 72 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ એરપોર્ટ હાલ બંધ છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. 4 ક્રૂ મેમ્બર સહિત તમામ 72 મુસાફરોના મોત થયા છે. તેમના મૃતદેહો મળી આવ્યા છે. જેમાં 5 ભારતીય મુસાફરોનો પણ સમાવેશ થાય છે.
પ્લેન ક્રેશ પહેલાંનો વીડિયો આવ્યો સામે
નેપાળ પ્લેન ક્રેશનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો પ્લેન ક્રેશ થયા પહેલાનો છે. પ્લેન રનવે પર પહોંચતા પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન રનવેથી થોડાક જ મીટર પહેલા ક્રેશ થયું હતું. આ વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં દૂરથી આવી રહેલું એક પ્લેન નમતું જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ થોડી જ સેકન્ડમાં જોરદાર ધડાકો સંભળાઇ રહ્યો છે.
નેપાળમાં પ્લેન ક્રેશનો સિલસિલો
- મે 2022માં તારા એરનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં સવાર તમામ 22 લોકો માર્યા ગયા હતા. જેમાં 16 નેપાળી, ચાર ભારતીય અને બે જર્મન મુસાફરોનો સમાવેશ થાય છે.
- માર્ચ 2018 માં, યુએસ-બાંગ્લા એરલાઇન્સનું વિમાન કાઠમંડુના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 51 લોકોના મોત થયા હતા.
- પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના વિમાનમાં સવાર તમામ 167 લોકો નેપાળમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત નેપાળનો 1992 પછીનો સૌથી ભયંકર અકસ્માત હતો.
- માત્ર બે મહિના પહેલા જ આ એરપોર્ટ નજીક થાઈ એરવેઝનું એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 113 લોકોના મોત થયા હતા.