Gujarat Cabinet Expansion : નવા મંત્રીમંડળની રચના થઇ ચૂકી છે. સત્તાવાર યાદી પણ જાહેર થઇ ચૂકી છે. નવા મંત્રીમંડળની યાદીમાં ત્રણ મહિલા ધારાસભ્યોનો સમાવેશ પણ થાય છે. આ યાદીમાં ઉત્તર જામનગરના ધારાસભ્ય,રિવાબા, આસરવાના દર્શના વાઘેલા અને વડોદરાના ધારા સભ્ય મનીષા વકીલનો સમાવેશ થાય છે.
કોણ છે મનીષા વકીલ?
મનિષા વકીલ વડોદરાના વાડની ભાજપના ધારાસભ્ય છે. તેઓ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. 2012 મા ભાજપએ શહેર વાડી વિધાનસભા થી ઉમેદવાર બનાવ્યા અને તેમણે વિજયી મેળવ્યો હતો, 2017 મા ફરી રિપીટ કરવામાં આવ્યા, 2021 મા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ના મંત્રી બન્યા હતા.2022 મા ત્રીજી વખત 1 લાખ 30 હજાર 705 મતો થી જીત્યા મેળવી હતી.2025 મા ફરી વખત મંત્રી મંડળમા સ્થાન મેળવ્યું છે.
કોણ છે રિવાબા?
રીવાબા જાડેજા ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે. તેમનો જન્મ 2 નવેમ્બર, 1990 ના રોજ ગુજરાતના રાજકોટમાં થયો હતો. રીવાબા માર્ચ 2019 માં ભાજપમાં જોડાયા હતા. 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં, રીવાબાએ ભાજપની ટિકિટ પર જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાં AAP ઉમેદવારને 88,110 મતો સાથે હરાવ્યા હતા અને ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. હવે તેમને મંત્રી મંડળમાં પણ સ્થાન મળ્યું છે.
દર્શના વાઘેલા
દર્શના વાઘેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની સભ્ય છે . તેઓ અમદાવાદ , ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા . તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી. ઓક્ટોબર 2010માં તેઓ ફરીથી ચૂંટાયા હતા. હવે તેમને મંત્રી મંડળમાં પણ સ્થાન મળ્યું છે.
2021માં મુખ્યમંત્રી સહિત આખું મંત્રીમંડળ બદલાયું
4 વર્ષ પહેલાં 2021માં તત્કાલીનમુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ અચાનક બદવાયું હતું. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અચાનક રાજીનામું આપી દીધું હતું અને તેમના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપને 156 બેઠક પર ભવ્ય જીત મેળવી હતી.