માસ્કથી છૂટ આપનારો પહેલો દેશ ઇઝરાયલ બન્યો હતો, પરંતુ ડેલ્ટા વેરિયન્સથી ટેંશન વધ્યું છે. સંપૂર્ણ વેક્સિનેશન પછી પણ આ દેશ ડેલ્ટા વેરિએન્ટની ચપેટમાં આવી ગયો છે. ઇઝરાયલ સરકારે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે હવે લોકોને ઘરોમાં માસ્ક લગાવવાની જરૂરિયાત નથી.
આ બધાની વચ્ચે ઇઝરાયલે બે મહિનામાં કોરોના સંક્રમણનો દર સોમવારે સૌથી વધુ નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલે ચેજી લેવીએ ઇઝરાયલી ટેલિવિઝનને જણાવ્યું હતું કે, લગભગ 70 ટકા નવા કેસ ડેલ્ટા વેરિયન્ટના સામે આવ્યા છે.
તેમણે એ પણ નોંધ્યું કે, સંક્રમિત લોકોમાંથી અડધા તો બાળકો છે અને સંક્રમિત લોકોમાંથી ત્રીજા ભાગનાને રસી લગાવવામાં આવી હતી. ઇઝરાયલે બુધવારે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા તેમણે કહ્યું હતું કે, દેશમાં હાઈ વેક્સિનેશન કોરોના વાયરસના ડે્ટા વેરિયન્ટના પ્રસારને રોકવા માટે છે અને અન્ય પગલા પણ ભરવામાં આવી શકે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ડેલ્ટા વેરિયન્ટના સંભવિત સંક્રમણની ચિંતાને કારણે સરકારે પ્રવાસીઓના પ્રવેશ પર એક મહિના માટે એટલે કે 1 ઓગસ્ટ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટે બુધવારે કહ્યું કે, જો એક અઠવાડિયામાં દરરોજ 100થી વધુ નવા કોરોનાના કેસ આવશે તો માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવાશે.
બેનેટે કહ્યું કે, અમારું લક્ષ્ય હવે મુખ્યરૂપથી ઇઝરાયલી લોકોને ડેલ્ટા સંક્રમણથી બચાવવાનો છે, જે દુનિયાભરમાં ફેલાયો છે. જણાવી દઈએ કે પોતાની મોટા ભાગની વસતિને કોરોનાની રસી આપી ચૂકેલા ઇઝરાયેલમાં એકવાર ફરી કોરોનાનો પગ પેસારો શરૂ થઈ ગયો છે.
Gujarat Corona Cases: રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા, 81 લોકો હજુ પણ વેન્ટિલેટર પર
અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધા. હતા. બુધવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 138 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. અમદાવાદ (Ahmedabad) અને સુરતમાં (Surat)જ માત્ર 20થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યનો રિકવરી રેટ કેટલા ટકા પર પહોંચ્યો
હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4807 છે. જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર છે. 4726 લોકોની હાલત સ્થિર છે. 8,07,911 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ. જ્યારે 10,040 લોકોના કોરોનાથી મોત થયા છ. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.20 ટકા થયો છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
આ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ
અમરેલી, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મહિસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયો નહોતો.
કેટલા લોકોની અપાઈ રસી
રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 4,48,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,34,57,715 પર પહોંચ્યો છે.