PM Modi Speech: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ગઠબંધન ' INDIA ' પર પ્રહારો કર્યા અને કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએનો ઉલ્લેખ કર્યો હતો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતાં વિપક્ષી ગઠબંધન ' INDIA ' પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)નો ક્રિયાકર્મ કરી દીધું.


પીએમ મોદીએ કહ્યું કે,દોઢ બે દશક જુની યૂપીએનો ક્રિયાક્રમ અંતિમ સંસ્કાર કરી દીધો. લોકતાંત્રિક વ્યવહાર મુજબ મારે સંવેદના વ્યક્ત કરવી જોઇએ. જો કે સંવેદનના વ્યક્ત કરવામાં વિલંબ થયો તે મારો દોષ  નથી કારણ કે આપ ખુદ જ એક બાજુ યુપીએનો ક્રિયાક્રર્મ કરતા હતો અને બીજી તરફ જશ્ન મનાવી રહ્યાં હતા.


તો બીજી તરફ નામ લીધા વિના પીએમ મોદીએ કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા. વિપક્ષને ગરીબોની ભૂખની ચિંતા નથી. વિપક્ષના એક-એક શબ્દને દેશ ધ્યાનથી સાંભળે છે. વિપક્ષે હંમેશા દેશને નિરાશા સિવાય કઈ નથી આપ્યું. વિપક્ષે અધિર રંજનને નજરઅંદાજ કર્યા. કોંગ્રેસ વારંવાર વિપક્ષ નેતાનું અપમાન કરે છે. કોંગ્રેસ વારંવાર અધિરનું અપમાન કરે છે. તેઓ ગોળને ગોબર કરવામાં માહિર છે. અમે સંકલ્પોને સિદ્ધિ સુધી લઈ જઈશું.


2014-19માં પૂર્ણ બહુમત સાથે સરકાર બની હતી. અવિશ્વાસ પ્રસ્તાવની આડમાં જનતાના આત્મવિશ્વાસને તોડવાનો નિષ્ફળ પ્રયાસ છે. દુનિયાનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. હાલમાં ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે. ભારતમાં રેકોર્ડબ્રેક વિદેશી રોકાણ થયા છે. IMFએ ભારતના વખાણ કર્યા છે. ભારતની ઉપલબ્ધિ પર વિપક્ષને અવિશ્વાસ છે. અવિશ્વાસ અને ઘમંડ વિપક્ષના લોહીમાં છે.


મોદી તારી કબર ખોદાશે એ વિપક્ષનો નારોઃ PM


પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, મોદી તારી કબર ખોદાશે એ વિપક્ષનો નારો છે. વિપક્ષના અપશબ્દો મારા માટે ટોનિક છે. વિપક્ષ જેનું ખરાબ ઈચ્છે છે તેનું સારુ જ થાય છે. વિપક્ષ મારુ જેટલુ ખરાબ ઈચ્છે છે એટલુ જ  મારું સારુ થાય છે.


પીએમ મોદીએ બેંકોને લઈને નિવેદન આપ્યું


પીએમ મોદીએ કહ્યું કે, બેંકોને લઈને પણ વિપક્ષે પૂરજોશમાં અફવાઓ ફેલાવી છે. વિપક્ષે બેંકો માટે ખરાબ વિચાર્યું પણ જાહેર ક્ષેત્રોની બેંકોમાં નફો વધવા લાગ્યો છે. UPAએ બેંકોને NPAના ગંભીર સંકટમાં ધકેલી દીધી હતી. વિપક્ષ જેનું ખરાબ ઈચ્છે છે તેનું ભલુ થાય છે. HALને લઈને વિપક્ષે ખરાબ ચર્ચાઓ કરી હતી. HAL તબાહ થઈ ગયાની ખોટી અફવાઓ ઉડાવી હતી. HALના કર્મચારીઓને ભડકાવી શૂટિંગ કરાવ્યુ. HALને લઈ વિપક્ષે ભ્રમ ફેલાવ્યો તો HAL આજે સફળ થયું. HALના કર્મચારીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો હતો.આજે HAL દેશની શાન છે. LIC માટે પણ વિપક્ષે ભ્રમ ફેલાવ્યા. આજે LIC સતત મજબૂત થઈ રહી છે. દેશ પણ મજબૂત થશે, લોકતંત્ર પણ મજબૂત થશે. અમારી ત્રીજી ટર્મમાં ભારત દુનિયાની ત્રીજી મજબૂત અર્થવ્યવસ્થા બનશે.