નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના વધી રહેલા કેસોના પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ફરી લોકડાઉન લાદવાની તૈયારીમાં હોવાના ફેક ન્યુઝ ABP Newsના નામે ફરતા થયા છે. ABP News દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, ABP News દ્વારા આ પ્રકારના કોઈ પણ સમાચાર અપાયા નથી. ABP Newsના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ સ્પષ્ટતા કરાઈ છે. આ પ્રકારના ફેક અને ભ્રામક સમાચારોથી દોરવાઈ જવાના બદલે abalive.comનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરીને આ પ્લેટફોર્મ્સ પરથી અપાતા સમાચારો પર જ વિશ્વાસ કરવા અપીલ છે.


ABP Newsના નામે ફરતા થયેલા આ ફેક ન્યુઝમાં દાવો કરાયો છે કે, દેશમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી લોકડાઉન લાદશે. આ વખતે લોકડાઉનમાં કોઈ છૂટછાટ નહીં અપાય અને 1 ડીસેમ્બરથી આ લોકડાઉનનો અમલ થશે એવા સમાચાર વહેતા કરાયા હતા પણ આ સમાચાર તદ્દન ખોટા છે અને એબીપી ન્યુઝ દ્વારા આ પ્રકારના કોઈ સમાચાર નથી અપાયા.