Odisha Train Accident News Live:PM મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળે જશે, ઘાયલોને પણ મળશે, અત્યાર સુધીમાં 288 લોકોનાં મોત
Coromandel Express Derails: ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે.
gujarati.abplive.comLast Updated: 03 Jun 2023 01:44 PM

બ્રેકગ્રાઉન્ડ
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે (2 જૂન) સાંજે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહંગા બજારમાં પાટા પરથી...More
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે (2 જૂન) સાંજે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહંગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા અને અન્ય ટ્રેક પર પડ્યા. "આ પાટા પરથી ઉતરી ગયેલા કોચ 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા અને તેના ડબ્બા પણ પલટી ગયા હતા," તેમણે જણાવ્યું હતું. કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હતી, જેના કારણે માલગાડી પલટી ગઈ હતી.અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માત બહંગા બજાર સ્ટેશન પર સાંજે લગભગ 7.20 વાગ્યે થયો જ્યારે કોરોમંડલ એક્સપ્રેસ કોલકાતા નજીક શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ સેન્ટ્રલ જઈ રહી હતી.ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે, 233 ઘાયલોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 47 લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાલાસોર જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માતમાં લગભગ 233 લોકોના મોત થયા છેે.
ઓડિશાના બાલાસોરમાં ઘટનાસ્થળે પહોંચી મમતા બેનર્જી
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું, "અમે ઓડિશા સરકાર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છીએ. અમે ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ મોકલી છે. જેને જીવ ગુમાવ્યો તે પાછો નહીં આવે. હવે માત્ર ધાયલના જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.