Omicron Death Threat:બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન વિશે ચેતાવણી આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, બ્રિટનમાં એપ્રિલના અંત સુધીમાં ઓમિક્રોન 75,000 લોકોના મોત થઇ શકે છે.


યુકેના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા પ્રકાર (કોરોનાવાયરસ ન્યૂ વેરિએન્ટ ઓમિક્રોન) વિશે ચેતાવણી આપી છે કે, એપ્રિલના અંત સુધીમાં દેશમાં ઓમિક્રોનને કારણે મૃત્યુની સંખ્યા 25,000 થી 75,000 સુધીની હોઈ શકે છે, બીબીસીએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે તે દેશના નિષ્ણાતો કહે છે કે કોવિડના ઓમિક્રોન પ્રકૃતિ વિશે હજુ પણ અનિશ્ચિતતા છે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) ના પેથોલોજિસ્ટ્સના જૂથ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આ વાત કહેવામાં આવી રહી છે,  અને  અભ્યાસના નિષ્કર્ષ બાદ તેમને યૂકે  સરકારને કેટલીક સલાહ આપી છે.  


જાહેર કરાયેલા અહેવાલ મુજબ, LSHTM અભ્યાસ એ ધારણા પર આધારિત છે કે, જો કોઈને રસી આપવામાં આવે તો ઓમિક્રોનની અસર ઓછામાં ઓછી થઇ શકે છે. સંશોધકોએ કહ્યું કે કોરોના વેક્સીનનો વધુ ડોઝ લેવાથી ઓમિક્રોનની અસર ઓછી થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે બ્રિટનમાં શનિવારે 54,073 નવા કેસની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઓમિક્રોનના 633 કેસ સામેલ છે. જો કે, ઓમિક્રોન કેસની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે.


સંશોધક નિક ડેવિસે કહ્યું કે, ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે. વૈજ્ઞાનિકોના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં બ્રિટનમાં સંક્રમિત લોકોની સંખ્યા દર 2 થી 4 દિવસમાં બમણી થઈ રહી છે.


નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં કોવિડ ઓમિક્રોનના નવા પ્રકારની ઓળખ કરવામાં આવી હતી અને આ વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં અનિશ્ચિતતા અને ભય પેદા કર્યો છે. જો કે, WHO અનુસાર, Omicron વેરિયન્ટથી મૃત્યુનો કોઈ કેસ નોંધાયો નથી, જે 47 થી વધુ દેશોમાં ફેલાયો છે.