WHO On Omicron Variant: WHOના પ્રમુખે ઓમિક્રોન મુદ્દે ચેતાવણી આપતા કહ્યું કે,અત્યાર સુધીના વેરિયન્ટમાં સૌથી વધુ સંક્રામક છે ઓમિક્રો વેરિયન્ટ
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વેરિયન્ટથી દેશમાં સંક્રમિતોની સંખ્યા 50થી વધુ થઇ ગઇ છે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું કે, દુનિયાના મોટા ભાગના દેશોમાં હવે આ વેરિયન્ટ ફેલાઇ ગયો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધાનોમએ કહ્યું કે. 77 દેશોમાં ઓમિક્રોનની પુષ્ટી થઇ છે.
તેમણે કહ્યું કે, ઓમિક્રોન વેરિયન્ટ અન્યવેરિયન્ટની તુલનામાં ઝડપથી ફેલાય છે. આ વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, વેક્સિનની ભાગીદારી સામાન્ય ન હોવાને લઇને WHOના ચીફે કહ્યું કે, જો આપણે ભેદભાવને ખતમ કરી દઇશું તો કોવિડ મહામારીને પણ ખતમ કરી દઇશું. જો આપણે અસમાનતા ચાલુ રાખીશું તો તેનો અર્થ છે કે, મહામારીને પણ ઇજાજત આપીએ છીએ.
તેમણે કહ્યું કે, દરેક દેશોની વચ્ચે રસીકરણની સંખ્યામાં મોટું અંતર છે. 41 દેશ તો હજુ તેની જનસંખ્યાના 10 ટકા લોકોને પણ વેક્સિનેટ નથી કરી શક્યા. તો 98 દેશો 40 ટકા નથી પહોંચ્યાં. આપણે એક જ દેશમાં જનસંખ્યા સમૂહની વચ્ચે અસમાનતાને જોઇ રહ્યાં છીએ.આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ડબ્લ્યુએચઓ બૂસ્ટરના વિરોધમાં નથી પરંતુ આ અસમાનતાના વિરોધમાં છીએ. મુખ્ય ચિંતા દરેક દેશના લોકોનો જીવ બચાવવાની છે.
આ પણ વાંચો
બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત