Operation Dost Video :
તુર્કી અને સીરિયામાં વિનાશકારી ભૂકંપે તબાહી મચાવી છે. ચારેબાજુ વિનાશના દ્રશ્યો જોવા મળે છે. વિવિધ સ્થળોએ લોકો કાટમાળ નીચે દટાયેલા છે, તેમને બચાવવાના પ્રયાસો ચાલુ છે. ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પણ 26 હજારને પાર થઈ ગઈ છે. દરમિયાન, ભારત તરફથી પણ ત્યાં સતત મદદ મોકલવામાં આવી રહી છે. ભારતીય સેનાએ તુર્કીમાં ફિલ્ડ હોસ્પિટલ બનાવી છે, જ્યાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ભારતીય સેનાના જવાનોએ શનિવારે આ હોસ્પિટલમાં ત્રિરંગો ફરકાવ્યો હતો, જેને જોઈને દરેક ભારતીયને ગર્વ થાય છે. (ઓપરેશન દોસ્તનો વિડીયો)
ભારતે તુર્કી અને સીરિયાની મદદ માટે 'ઓપરેશન દોસ્ત' શરૂ કર્યું છે. ઓપરેશન દોસ્ત હેઠળ, ભારતીય સૈનિકોએ તુર્કીના હેતાય પ્રાંતમાં સ્થિત એક શાળાના બિલિંગમાં 60 પેરા ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી છે. આ હોસ્પિટલની અંદર એક સર્જરી અને ઈમરજન્સી વોર્ડની સાથે એક્સ-રે લેબ અને મેડિકલ સ્ટોર બનાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તૈનાત સેકન્ડ-ઈન-કમાન્ડ લેફ્ટનન્ટ કર્નલ આદર્શ કહે છે કે ગઈકાલે 350 અને આજે સવારથી 200 દર્દીઓ આવ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભારત તરફથી ઓપરેશન દોસ્ત હેઠળ તુર્કી અને સીરિયામાં લોકોની મદદ કરવામાં આવી રહી છે. ભારતના ઓપરેશન દોસ્ત અભિયાનની ઘણી પ્રશંસા થઈ રહી છે. આ અંગેનો એક વીડિયો પણ જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તુર્કીમાં પણ ભારતનો ત્રિરંગો ગર્વભેર લહેરાવી રહ્યાં છે. ભારતીય સેનાના જવાનો ત્યાંના લોકોની મદદ માટે સખત મહેનત કરી રહ્યા છે.જે ખૂબ જ સરાહનિય છે.