Columbia Plane Crashes: ટેકઓફ દરમિયાન એક નાનું પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું છે. જેના કારણે તેનો ઉપરનો માળ નાશ પામ્યો છે. આ વિમાન ટ્વીન એન્જિન પાઇપર હતું


 મધ્ય કોલંબિયાના શહેર મેડેલિનમાં સોમવારે એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં સવાર તમામ આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં મૃતકો સિવાય કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. કોલંબિયાના ઉડ્ડયન સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઓલાયા હેરેરા એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ વિમાન ક્રેશ થયું હતું.


જેમાં છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બરના મોત થયા હતા.


અકસ્માતમાં મૃતકોની ઓળખ છ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર તરીકે કરવામાં આવી છે. જો કે  આ સાથે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


ટેકઓફ દરમિયાન વિમાન ક્રેશ થયું


મેડેલિનના મેયર ડેનિયલ ક્વિંટેરોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટેકઓફ દરમિયાન વિમાનના એન્જિનમાં ફ્લોટની  જાણ થયા બાદ આ અકસ્માત થયો હતો. "કમનસીબે, પાઇલટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો અને તે રનવેની નજીક ક્રેશ થયું," ક્વિન્ટોએ કહ્યું. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં સાત મકાનો નાશ પામ્યા હતા અને અન્ય છ ઈમારતોને નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે ઘટના બાદ તરત જ અગ્નિશમન દળ અને અન્ય ઈમરજન્સી કર્મચારીઓએ આગેવાની લીધી હતી. જણાવી દઈએ કે પ્લેન ચોકોના પશ્ચિમ વિભાગમાં જઈ રહ્યું હતું.


એક મહિના પહેલા બસ અકસ્માતમાં 20 લોકોના મોત થયા હતા.


આ દુર્ઘટના પહેલા અન્ય 14 લોકો ઘાયલ થયા છે. મુસાફરોથી ભરેલી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો.


સુરત અમરોલીમાં ચોથા માળી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇનો મોત, જાણો શું છે સમગ્ર ઘટના


urat News : સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત નિપજ્યાં છે. કેવી રીતે બની સમગ્ર ઘટના જાણીએ....


સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત નિપજ્યાં છે. કેવી રીતે બની સમગ્ર ઘટના જાણીએ.


સુરતના અમરોલીમાં  ચાર માળની બિલ્ડિંગની ટેરેસ પર હવા ખાવા માટે બંને પિતરાઇ ભાઇઓ  ગયા હતા, અહીં બંને ટહેલતા હતા. બાદ બંને ટેરેસી  પાળી પર  બેસીને વાતો કરતા હતા. પરંતુ  બંને આ સમયે જ અચાનક શું થયું કે બંને નીચે પટકાતા એક ભાઇનું  મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર તે ઘવાતા તેને હોસ્પિટલ તાબડતોબ દાખલ કરવામાં આવ્યાં હતા પરંતુ દુર્ભાગ્યવશ બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું.


આ ઘટનામાં શું બન્યું કે બંને અચાનક નીચે પટકાયા તે વિશે હજું સુધી કોઇ નક્કર માહિતી નથી મળી, હાલ આ ઘટનાના પગલે પોલીસે અકસ્માતથી  મોતની નોંધીને  તપાસ શરૂ કરી 


Crime News: પત્નીએ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતાં પતિને કાંટો કાઢવા પ્રેમી સાથે મળી કર્યું આવું કારનામું, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે





Surat Crime News: સુરતના જહાંગીરપુરામાં પતિનો કાંટો કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. પ્રેમીને બોલી પતિને ગળા પર કટર ફેરવી પત્નીએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પતિને સમયસર સારવાર મળી જતાં બચાવ થયો હતો. જહાંગીરપુરા પોલીસે આરોપી પ્રેમી અને પત્નીની ધરપકડ કરી છે.


શું છે મામલો


સુરતના રાંદેર-અંબિક નગર સોસાયટીમાં રહેતા અને નાનપુરામાં કાપડની દુકાનમાં નોકરી કરતાં પુરુષને ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યે જહાંગીરપુરા, વૈષ્ણોદેવી સ્કાય પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં બોલાવી પત્નીએ પ્રેમી સાથે મળી કટરના બે ઘા મારી ગળું ચીરી નાંખવાની કોશિશ કરી હતી. સ્થાનિક લોકોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો.  યુવક લોહીલુહાણ થઈ જશે તેમ માની પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો. સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.


પત્નીના પ્રેમસંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. પત્ની તેના પ્રેમી સથે ઘર સંસાર માંડવા અધીરી બની હતી. જેથી તેણે પ્રેમી સાથે મળી પતિની હત્યાનો કારસો રચ્યો હતો.