પાકિસ્તાન સરકારે કર્ણાટક રાજ્યમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં ઝંપલાવ્યુ છે. મુસ્લિમ યુવતીઓને શાળાની અંદર હિજાબ પહેરવાને લઇને ચાલી રહેલા હિજાબ વિવાદમાં પાકિસ્તાનના સૂચના મંત્રી બાદ હવે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી પણ હિજાબ વિવાદમાં કૂદી પડ્યા છે. કુરેશીએ કહ્યું કે, મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવું એ તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે દુનિયાએ સમજવું પડશે કે, આ ભારતમાં મુસ્લિમોનું દમન થઇ રહયું છે.
કુરેશીએ ટ્વીટ કર્યું, “(ભારતમાં) મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવું એ તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. આવા કોઈપણ મૂળભૂત અધિકારથી કોઈને વંચિત રાખવું અને હિજાબ પહેરવા બદલ અત્યાચાર કરવો એ દમનકારી છે. દુનિયાએ સમજવું જોઈએ કે આ ભારત સરકારની મુસ્લિમોને દબાવવાની યોજનાનો એક ભાગ છે. આ પહેલા ઈમરાન ખાન સરકારના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ પીએમ મોદી અને ભારત વિશે ઝેરીલા નિવેદન આપ્યા હતા.
જાણો શું છે સંપૂર્ણ ઘટના
આપને જણાવી દઇએ કે, આ હિજાબનો સંપૂર્મ વિવાદ કર્ણાટકનો છે. અઙીં કેટલાક વિદ્યાર્થીઓએ આરોપ મૂક્યો છે, કે હિજાબ પહેર્યો હોવાથી તેમેને કેમ્પસ અને ક્લાસરૂપમાં પ્રવેશ નથી મળતો, . કર્ણાટકના ઉડુપીમાં ગવર્નમેન્ટ પ્રી-યુનિવર્સિટી વુમન્સ કોલેજમાં ગયા મહિને હિજાબનો વિરોધ શરૂ થયો હતો. કોલેજની છ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હિજાબ પહેરવા બદલ તેમને ક્લાસમાં પ્રવેશ ન આપવામાં આવ્યો.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોને ઉન્નતિ વિધાન નામ આપ્યું છે.કોંગ્રેસે વચન આપ્યું છે કે રાજ્યમાં સરકાર બન્યા બાદ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે અને આ કામ 10 દિવસમાં કરવામાં આવશે.
કોંગ્રેસ શું કર્યા વાયદા
- જો સરકાર બનશે તો 10 દિવસમાં ખેડૂતોની લોન માફ કરવામાં આવશે.
- બાકી વીજળી માફ કરવામાં આવશે
- કોવિડ અસરગ્રસ્ત પરિવારોને રૂ. 25,000
- કોઈપણ રોગ માટે 10 લાખ રૂપિયા સુધીની સહાય
- ગાયનું છાણ 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે.
- ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગર 2500 રૂપિયામાં અને શેરડી 400 રૂપિયામાં ખરીદવામાં આવશે.
- 20 લાખ સરકારી નોકરીઓ.
- અનામત હેઠળ મહિલાઓને 40 ટકા નોકરીઓ આપવામાં આવશે
- રખડતા પશુના કારણે થયેલા નુકસાન માટે 3 હજારનું વળતર
- ગામના વડાના પગારમાં દર મહિને 6 હજાર રૂપિયાનો વધારો થશે
- કોરોના દરમિયાન જીવ ગુમાવનારા કોરોના વોરિયર્સ 50 લાખ આપશે
- શિક્ષકોની 2 લાખ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
- કારીગરો, વણકર માટે વિધાન પરિષદમાં અનામત બેઠક
- ભૂતપૂર્વ સૈનિકો માટે વિધાન પરિષદમાં એક બેઠક
- પત્રકારો સામે નોંધાયેલા કેસ ખતમ કરશે
- દિવ્યાંગોને 3 હજારનું માસિક પેન્શન
- મહિલા પોલીસકર્મીઓને તેમના હોમ જનપથમાં પોસ્ટિંગની મંજૂરી આપશે