Hasan Ali Post: વૈષ્ણોદેવી જતી બસ પર થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશમાં આક્રોશ  છે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સુરક્ષા એજન્સીઓ આતંકીઓને પકડવા અભિયાન ચલાવી રહી છે. આ  જ ક્રમમાં  પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.


તાજેતરમાં જ હસન અલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરતા તેમણે આ પોસ્ટમાં લખ્યું હતું કે, 'ALL Eyes On Vaishno Devi Attack' એટલે કે હાલમાં દરેકની નજર વૈષ્ણોદેવી તીર્થયાત્રીઓ પરના હુમલા પર ટકેલી છે.






હસન અલીની પત્ની ભારતીય છે


અલીએ ભારતીય મૂળની યુવતી સાથે લગ્ન કર્યા છે. તેની પત્નીનું નામ સામિયા આરુ છે. તે મૂળ નુહ, હરિયાણાની છે. આ સિવાય તે ફ્લાઈટ એન્જિનિયર પણ છે. બંનેએ થોડા વર્ષો પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી પણ છે. હસન 2023માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમનો ભાગ હતો.                                                             


કાશ્મીરમાં વૈષ્ણોદેવી જતી બસ પર આતંકી હુમલો થયો હતો.


રવિવારે (9 જૂન), આતંકવાદીઓએ રિયાસીમાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત 10 લોકોના મોત થયા હતા, આ સિવાય 41 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના અંગે રિયાસીના SSP મોહિતા શર્માએ કહ્યું હતું કે, 'કાંડા વિસ્તારમાં શિવ ઘોડીથી કટરા જઈ રહેલી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવરને ઈજા થઈ હતી અને તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ખાડામાં પડી હતી.


હસન અલી T20 વર્લ્ડ કપની ટીમમાં નથી


વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ચાલી રહેલા ટી20 વર્લ્ડ કપમાં હસન અલીને પાકિસ્તાનની ટીમમાં સ્થાન મળ્યું નથી. તે હાલમાં T20 બ્લાસ્ટ 2024 લીગ રમી રહ્યો છે.