સોશિયલ મીડિયા સાઈટ X પર કેટલાક કન્ટેન્ટને લાઈક કરીને લોકો વારંવાર ટ્રોલર્સનો શિકાર બને છે. હવે આવું નહીં થાય કારણ કે X પરની લાઈક્સને પ્રાઇવેટ કરી દેવામાં આવી છે. જો તમે  કોઇક રીતે કન્ટેન્ટને X પર લાઇક કરશો તો તે અંગે હવે કોઇ અન્યને જાણ થશે નહીં. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે મહત્વપૂર્ણ ફેરફારઃ તમારા લાઇક્સ હવે પ્રાઇવેટ કરી દેવામાં આવ્યા છે.






એલન મસ્કે એક્સ એન્જીનિયરિંગની એક પોસ્ટ શેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે X પર કોઈપણ કન્ટેન્ટ લાઇક કરો છો તો તે હવે ફક્ત તમને જ દેખાશે અને અન્ય લોકો તેને જોઈ શકશે નહીં. પોતાના પોસ્ટ માટે નોટિફિકેશન બોક્સમાં લાઇક્સ કાઉન્ટ અને અન્ય મેટ્રિક્સ જોવા મળશે.


એક્સ એન્જિનિયરિંગ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, પરંતુ તમે એ જોઈ શકશો નહીં કે કોણે કોની પોસ્ટ લાઈક કરી છે. આ ફક્ત પોસ્ટ કરનારાઓને જ જોવા મળશે. એક એક્સ એન્જિનિયરે અગાઉ કહ્યું હતું કે પબ્લિક લાઇક્સ ખોટા વ્યવહારને પ્રોત્સાહન આપી રહ્યા છે.


ઉદાહરણ તરીકે એક એક્સ એન્જિનિયરે કહ્યું હતું કે લોકો X પર 'શાર્પ' કન્ટેન્ટને એટલા માટે લાઇક કરવાનું પસંદ કરતા નથી કારણ કે તેઓને આ કારણે ટ્રોલર્સના નિશાન પર આવવાનો ડર લાગે છે. તેણે કહ્યું હતું કે આ ફીચર ટૂંક સમયમાં X પર લાવવામાં આવશે જેથી સાર્વજનિક રીતે લોકો તમારી લાઇક્સની એક્ટિવિટીઝને જોઇ શકશે નહીં.


એક્સ પર એડલ્ટ કન્ટેન્ટનો વધારો


અહેવાલો અનુસાર, X પર એડલ્ટ કન્ટેન્ટ પર એન્ગેજમેન્ટ વધુ રહે છે. જ્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xએ પણ તેની તરફ આંખ આડા કાન કર્યા છે. જો કે X પર એડલ્ટ કન્ટેન્ટને લગતા નિયમો છે તેમ છતાં લોકો આ પ્લેટફોર્મ પર મોટા પાયે આવા કન્ટેન્ટમાં રસ લે છે.


તાજેતરમાં X એ એડલ્ટ કન્ટેન્ટને લઇને ફ્રેશ પોલિસી બનાવી હતી ત્યારબાદ એડલ્ટ ન્યૂડિટી અને સેક્સુઅલ બિહેવિયરને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે. એવું કહેવાય છે કે X પ્લેટફોર્મ લોકપ્રિય સાઇટ્સ પર મોટા પ્રમાણમાં ટ્રાફિક લાવે છે, જ્યાં જાતીય સામગ્રી મોટા પાયે બનાવવામાં આવે છે અને શેર કરવામાં આવે છે.