Budget Session: જાણો જવાહર લાલ નેહરુનું નામ લઈને પીએમ મોદીએ કોંગ્રસ પર શું કર્યા પ્રહાર
બંને ગૃહોમાં વિપક્ષ અદાણીને લઈને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા છે. રાજ્યસભામાં પીએમ મોદીએ આજે આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંબોધનની સાથે વિપક્ષ પર પણ પ્રહાર કર્યાં
કોંગ્રેસ સહિત વિપક્ષો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે તેમની રાજનીતિ, આર્થિક નીતિ અને સામાજિક નીતિ વોટબેંકના આધારે ચાલતી હતી, પરંતુ અમને રસ્તા પરના ફેરિયાઓની ચિંતા છે. પીએમ-સ્વાનિધિ અને પીએમ-વિકાસ યોજના દ્વારા, અમે સમાજના એક મોટા વર્ગની ક્ષમતા વધારવાનું કામ કર્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે વેક્સીનને લઈને દેશના વૈજ્ઞાનિકોનું અપમાન થયું છે. તે વિજ્ઞાન અને ટેકનોલોજી વિરુદ્ધ છે. વેક્સીનને લઈને દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું કે અમે આદિવાસી બાળકો માટે 500 નવી એકલવ્ય શાળાઓને મંજૂરી આપી છે. વર્ષ 2014 પહેલા આદિવાસી પરિવારોને 14 લાખ જમીન પટ્ટા આપવામાં આવ્યા હતા, જ્યારે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં 7 લાખથી વધુ પટ્ટા આપ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જન ધન, આધાર અને મોબાઈલ. આ તે ત્રિશક્તિ છે, જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં DBT દ્વારા 27 લાખ કરોડ રૂપિયા સીધા હિતધારકોના ખાતામાં ગયા છે. આના કારણે 2 લાખ કરોડ રૂપિયાથી વધુ, જે કોઈપણ ઈકો-સિસ્ટમના હાથમાં જઈ શકે છે તે બચી ગયા. હવે જેમને આ પૈસા મળી શક્યા નથી, તેમના માટે બૂમો પડે તે સ્વાભાવિક છે
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો કોંગ્રેસે આદિવાસીઓના કલ્યાણ માટે સમર્પણ સાથે કામ કર્યું હોત તો અમારે આટલી મહેનત ન કરવી પડી હોત. આ અટલજીની સરકાર હતી જેમાં પ્રથમ વખત આદિવાસીઓ માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, અમે જનતાની પ્રાથમિકતાઓ અને જરૂરિયાતોના આધારે સખત મહેનત કરી રહ્યા છીએ. રાત-દિવસ જાતે જ ખર્ચવા પડશે તો ખર્ચીશું, પણ દેશની આશાને ઠેસ નહીં પહોંચવા દઇએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું કે, દેશ કોંગ્રેસને વારંવાર નકારી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો તેમના ષડયંત્રથી હટી રહ્યાં નથી. જો કે, જનતા આ જોઈ રહી છે અને દરેક તક પર તેમને સજા પણ કરી રહી છે.
રાજ્યસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવા 110 મહત્વાકાંક્ષી જિલ્લાઓ જ્યાં મોટાભાગની વસ્તી આદિવાસી છે, તેમને યોજનાઓનો સીધો લાભ મળ્યો છે. અહીં શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ હતું. બજેટમાં અનુસૂચિત જનજાતિ કમ્પોનન્ટ ફંડ હેઠળ 2014 પહેલા કરતા 5 ગણો વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે સેચુરેશનનો માર્ગ પસંદ કર્યો છે, જેનો અર્થ છે કે 100 ટકા લાભાર્થીઓને લાભ મળવો જોઈએ. સરકાર આ માર્ગ પર કામ કરી રહી છે. સેચુરેશનનો અર્થ ભેદભાવ માટેના તમામ અવકાશને દૂર કરવાનો હતો. તે તુષ્ટિકરણની આશંકાઓ દૂર કરે છે.
પીએમ મોદીએ કહ્યું, અમે આધુનિક ભારતના નિર્માણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કેલ અને સ્પીડના મહત્વને સમજીએ છીએ. જ્યારે દેશના નાગરિકોનો વિશ્વાસ બંધાય છે, ત્યારે તે કરોડો લોકોની શક્તિમાં ફેરવાય છે. અમે લોકોને તેમના ભાગ્ય પર છોડ્યા નથી. અમે દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો માર્ગ અપનાવ્યો.
પીએમ મોદીએ કહ્યું, છેલ્લા 3-4 વર્ષમાં લગભગ 11 કરોડ ઘરોને નળના પાણીના જોડાણ આપવામાં આવ્યા છે. સામાન્ય લોકોના સશક્તિકરણની વાત કરતા - અમે જન ધન એકાઉન્ટ ચળવળ શરૂ કરી. છેલ્લા 9 વર્ષમાં દેશભરમાં 48 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં 48 કરોડ જનધન બેંક ખાતા ખોલવામાં આવ્યા છે.
વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે કોઈ પણ સરકારમાં આવે છે ત્યારે દેશ માટે કોઈને કોઈ વચન લઈને આવે છે, પરંતુ માત્ર લાગણી વ્યક્ત કરવાથી ફાયદો નથી થતો. વિકાસની ગતિ શું છે, વિકાસનો પાયો, દિશા, પ્રયાસ અને પરિણામ શું છે, તે ઘણું મહત્વનું છે.
વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે કોઈ પણ સરકારમાં આવે છે ત્યારે દેશ માટે કોઈને કોઈ વચન લઈને આવે છે, પરંતુ માત્ર લાગણી વ્યક્ત કરવાથી ફાયદો નથી થતો. વિકાસની ગતિ શું છે, વિકાસનો પાયો, દિશા, પ્રયાસ અને પરિણામ શું છે, તે ઘણું મહત્વનું છે.
પીએમ મોદીએ રાજ્યસભામાં કહ્યું, અમારી પ્રાથમિકતા આપણા દેશના નાગરિકો છે, તેથી અમે 25 કરોડથી વધુ પરિવારોને ગેસ કનેક્શન આપ્યા છે. આમાં અમારે નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પૈસા ખર્ચવા પડ્યા. 18,000થી વધુ ગામો એવા હતા જ્યાં વીજળી પહોંચી નથી. સમયમર્યાદામાં અમે 18,000 ગામડાઓને વીજળી પૂરી પાડી.
પોતાના ભાષણમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, દેશની જનતા હવે ખાતું બંધ કરી રહી છે. પહેલા પ્રોજેક્ટ અટકી જતા, અટવાતા, ભટકતા.. આજે એક અઠવાડિયામાં પ્લાન તૈયાર થાય છે.
બ્રેકગ્રાઉન્ડ
Parliament Budget Session Live : બંને ગૃહોમાં વિપક્ષ અદાણીને લઈને પીએમ મોદી પર પ્રહારો કરી રહ્યા છે. રાજ્યસભામાં પીએમ મોદીએ આજે આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર સંબોધન કરી રહ્યાં છે.
જન-ધન બેંક ખાતા ખોલ્યો - PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે, તેઓએ (કોંગ્રેસ) બેંકોનું એકીકરણ એ હેતુથી કર્યું હતું કે ગરીબોને બેંકનો અધિકાર મળે, પરંતુ આ દેશના અડધાથી વધુ લોકો બેંકના દરવાજા સુધી પહોંચી શક્યા નથી. કાયમી ઉકેલ શોધવા માટે અમે જન-ધન બેંક ખાતા ખોલ્યા. તેના દ્વારા દેશના ગામડાઓ સુધી પ્રગતિને લઈ જવાનું કામ કરવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -