Parliament Monsoon Session: આજથી શરૂ થઈ રહ્યું છે ચોમાસુ સત્ર, મોંઘવારી, અગ્નિપથ સહિતના મુદ્દે ચર્ચા
આજથી સંસદનું મોનસૂન સત્રનો પ્રારંભ, સત્રના પ્રારંભ પહેલા PM મોદીએ જણાવ્યું કે, સસંદ સત્રને સકારાત્મક રીતે ચલાવવા માટે સાંસદોનો સહકાર ખૂબ જ જરૂરી
બ્રેકગ્રાઉન્ડ
Parliament Monsoon Session:આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો થવાની આશંકા જોવાઇ રહી છે. વિપક્ષ મોંઘવારી, બેરોજગારી અને અગ્નિપથ જેવા મહત્વના મુદ્દાઓને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. દિવસે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક યોજી હતી, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ હાજર રહ્યાં હતા.
PM મોદીનું સત્ર પહેલા નિવેદન
મોનસૂન સત્ર પહેલા પીએમ મોદીએ મીડિયા સમક્ષ રૂબરૂ થતાં જણાવ્યું હતું કે, અંદરની ગરમી ઓછી થશે કે નહીં તેની ખબર નથી. આઝાદીનો અમૃત્સવ હોવાથી આ મોનસૂન સત્ર ખૂબ જ અગત્યનું છે. તેની વિકારની ગતિને તેજ કરવાનો સંકલ્પ લેવાનો આ સમયછે. આજે રાષ્ટ્પતિ પદની ચૂંટણી પણ છે. જેના કારણે પણ આ સત્ર મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, વાદ વિવાદ સકારાત્મકતા સાથે અને લોકાશાહીના મૂલ્યો જાળવાવની સાથે થાય તેવી અપેક્ષા રાખીએ..
- - - - - - - - - Advertisement - - - - - - - - -