Loksabha Election 2024 Live : વાયનાડથી રાહુલ ગાંધીએ નોંધાવી ઉમેદવારી, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે પરષોતમ રૂપાલાના નિવેદનનો વિરોધ શમવાનું નામ લેતો નથી. આણંદમાં તેમની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરતા પોસ્ટર લાગ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Apr 2024 03:57 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન...More

વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી

કેરળના વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે  લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેમણે રોડ શો કર્યો હતો જેમાં કોંગ્રેસ મહાસચિવ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર હતા.






રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં વાયનાડ બેઠક પર ચાર લાખથી વધુ મતોના જંગી અંતરથી જીત મેળવી હતી. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી હેલિકોપ્ટર મારફતે વાયનાડના એક ગામમાં પહોંચ્યા હતા.  કોંગ્રેસે કહ્યું કે તેમણે પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ, દીપા દાસ, કન્હૈયા કુમાર સાથે રોડ શો કર્યો હતો.