રાજકોટ જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ગામ લોકોએ સો ટકા વેરો ભર્યો છે. અહીંના ગામના લોકોની ઇમાનદારી દરેક લોકોને એક મેસેજ આપી જાય છે.


રાજકોટ જિલ્લાથી 10 કિલોમીટર દૂર ખોકડદડ ગામમાં એક પણ વ્યક્તિ એવું નથી કે તે ટેક્સ નથી ભરતું. અહીં વેરો ભરવા માટે  જે લોકો પાસે રૂપિયા ન હોય તેને ગામના આગેવાનો વેરો ભરવા માટે ઉછીના રૂપિયા આપે છે. તેથી જ આ ગામ મોટા શહેરના લોકો અને ધનાઢ્ય લોકો માટે પ્રેરણા રૂપ છે, કેમકે કેમ કે કેટલાક  શહેરોમાં કેટલાક  લોકો વેરો ભરતા નથી અને વેરા વસુલાત માટે મહાનગરપાલિકાએ દંડો ફટકારવા પડે છે. ટેક્સ ચોરી કરતા ધનાઢ્ય લોકો માટે પણ આ આ ગામ પ્રેરક બળ પુરુ પાડનાર સાબિત થઇ શકે છે.
આ ગામ પાસેથી મોટા મોટા શહેરોના લોકો અને પૈસાદાર લોકોને પણ શીખવા જેવું  છે.

રાજકોટ જિલ્લાથી 10 કિલોમીટર દૂર ખોકડદડ ગામમાં અંદાજિત ચાર હજાર લોકોની વસ્તી છે. ગામમાં કુલ 539 મકાનાઓ આવેલા છે.
આ ગામથી રૂપિયા 80,9080 રૂપિયા વેરાની વસુલાત કરવામાં આવી છે.


આ ગામને સરકાર તરફથી શું મળશે લાભ

કુલ વેરો વસુલ કરવા બદલ સરકાર તરફથી આ ગામને  પ્રોત્સાહક રકમ 445000ની રકમ  મળશે.રાજ્ય સરકારની યોજના છે કે,  જે ગામ 100 ટકા વેરો વસૂલ કરે તેને પ્રોત્સાહક રકમ આપવી.કુલ સ્વચ્છતાનો વેરો વસૂલ કર્યો જેના માટે 150000 મળશે. 112000 સફાઈ માટે સરકાર તરફથી મળશે.સરકાર દ્વારા કુલ 607040 સરકાર તરફથી પ્રોત્સાહક વેરો મળશે..


Holi 2023: ગુજરાતમાં ધૂળેટી બની અમંગળ, જાણો ડૂબવાની છ ઘટનામાં કેટલા લોકોના થયાં મોત ?


Holi 2023:  રાજયમાં ધૂળેટી અમંગળ બની છે. રાજ્યમાં ધૂળેટીના દિવસે ડૂબી જવાની અલગ- અલગ છ ઘટના બની. સુરત, વડોદરા, રાજકોટ, બોટાદમાં એક બાળક સહિત કુલ 13 લોકોના મૃત્યુ થયા છે.


સુરતમાં ડૂબતા યુવકને બચાવવા જતો બીજો પણ ડૂબ્યો


સુરતમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો હતો..ધૂળેટીને લઈ કોઝવેમાં નહાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત થયા હતા.એક યુવક ડૂબવા લાગતા બીજો યુવક પણ તેને બચાવવા તાપીમાં પડ્યો, જો કે બંનેનું ડૂબી જતા મોત થયું.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.


મહેસાણાના ખેરાલુ તાલુકામાં તળાવમાં ડૂબી જવાથી 3 લોકોના મોત થયા.નાની હીરવાણી ગામમાં માછલા પકડવા ઉતરેલા 3 યુવાનો તળાવમાં ડૂબ્યા.ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી અને ત્રણેય યુવકોના મૃતદેહને બહાર કાઢ્યા.









વડોદરાના પાદરાની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા હતા. જેમાં એક બાળકનું મોત થયું હતું. ધૂળેટી રમ્યા બાદ બાળકો કેનાલમાં હાથ પગ ધોવા ગયા હતા.


બોટાદના સેથળી ગામ પાસે કેનાલમાં ચાર યુવકો તણાયા હતા. કેનાલમાં નાહવા પડેલા ચાર યુવકો પૈકી ત્રણની લાશ મળી આવી છે, એક યુવકની ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. તમામ ચારે યુવકો બોટાદ શહેરના પાળીયાદ રોડ અશોકવાટિકાના રહેવાસી છે. 


ઓસ્ટ્રેલિયાના પીએમનું અમદાવાદમાં આગમન


ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી તેઓ ગાંધી આશ્રમ ગયા. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં સંદેશ લખ્યો. તેમણે લખ્યું, 'ગાંધી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી લેવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે' પીએમ એન્થોનીને ઓસ્ટ્રેલિયાના સંશોધક થોમસ વેબર દ્વારા લિખિત ' ધ સોલ્ટ માર્ચ ' પુસ્તક આપવામાં આવ્યું હતું.