ઇસ્લામાબાદ: પાકિસ્તાને ભારત ( India-Pakistan) સાથે મર્યાદિત વેપાર શરુ કરવાના નિર્ણય પર ગુરુવારે યુ-ટર્ન લઈ લીધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran khan) ની નેતૃત્વવાળી કેબિનેટે સરકારી પેનલના તે નિર્ણયને નકારી દીધો છે. જેમાં પાડોશી દેશ ભારત (India)માંથી કપાસ અને સુતરાઉના દોરાની આયાતની મંજૂરી આપી હતી. પાકિસ્તાની મીડિયાએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, બુધવારે કેબિનેટની આર્થિક સમન્વય સમિતિએ કિંમતોને નિયંત્રણ રાખવા અને તંગીના કારણે બે વસ્તુઓના આયાત માટે મંજૂરી આપી છે.


તો બીજી તરફ પાકિસ્તાના કેબિનેટ મંત્રી શેખ રશીદે ઈમરાન કેબિનેટના તાજા નિર્ણયને લઈને કહ્યું કે, જ્યાં સુધી ભારત જમ્મુ કાશ્મી (Jammu-Kashmir)માં અનુચ્છેદ- 370 લાગુ નહીં કરે ત્યાં સુધી ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પર પ્રતિબંધ યથાવત રહેશે. 



પાકિસ્તાન કેબિનેટ દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે બંને દેશોના સંબંધો પર જામેલી બરફ ઓગળવા લાગી છે. પહેલા વડાપ્રધાન મોદી (PM Modi)એ પાકિસ્તાનના ડે પર ઇમરાન ખાનને પત્ર મોકલીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તેના બાદ ઇમરાન ખાને વડા પ્રધાન મોદીને જવાબ પત્ર લખ્યો હતો અને બંને દેશો વચ્ચેના સારા સંબંધોની હિમાયત કરી હતી.


ઈમરાને પત્રમાં લખ્યું હતું કે, " અમને વિશ્વાસ છે કે, દક્ષિણ એશિયામાં લાંબા સમય સુધી શાંતિ અને સ્થિરતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ, ખાસ કરીને જમ્મુ-કાશ્મીર  (Jammu-Kashmir) વિવાદ પરના નિરાકરણ પર આધારિત છે. સકારાત્મક અને પરીણામલક્ષી વાતચીત માટે સુમેળપૂર્ણ વાતાવરણ જરૂરી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ કોવિડ -19 મહામારી સામેની લડાઈ માટે ભારતીય જનતાને શુભેચ્છા આપવા માંગે છે.



આ પહેલા વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનને મોકલેલા અભિનંદન સંદેશમાં કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન (India-Pakistan) ની જનતા સાથે મૈત્રીભર્યા સંબંધો ઇચ્છે છે અને તેના માટે આતંક શત્રુતા મુક્ત વાતાવરણ ખૂબ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં કોરોના વાયરસ સામેની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઈમરાન ખાન અને પાકિસ્તાનની જનતાને શુભેચ્છા પાઠવી હતી.