નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) આગામી સિઝન 9મી એપ્રિલ 2021થી શરૂ થઇ રહી છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) એક મોટી જાહેરાત કરતા પોતાની ટીમના કેપ્ટન તરીકે ઋષભ પંત (Rishabh Pant) ને જવાબદારી સોંપી છે. પંતની આ મોટી ઉપલબ્ધિ પાછળ તેનુ છેલ્લા કેટલાક સમયનુ પરફોર્મન્સ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેક સમયથી ઋષભ પંત ભારતીય ટીમ માટે જબરદસ્ત પરફોર્મન્સ આપી રહ્યો છે, ટેસ્ટથી લઇને ટી20 વનડે ક્રિકેટમાં ઋષભ પંતે પોતાને સાબિત કર્યો છે. 


ઋષભ પંતની પ્રતિભાને જોતા પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીનનુ (Azhar) માનવુ છે કે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આગામી સમયમાં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળશે. ભારતીય ટીમનો કેપ્ટન બને તેવી અઝહરે ભવિષ્યવાણી કરી છે. અઝહરના માટે ટીમ ઇન્ડિયાની (Indian team) કમાન સંભાળવાના દાવેદારોમાં (Pant captaincy) તે સૌથી આગળ હશે. 


મોહમ્મદ અઝરુદ્દીને ટ્વીટ કર્યુ- ઋષભ પંત (Rishabh Pant) માટે છેલ્લા કેટલાક મહિનાઓ શાનદાર રહ્યા અને તેને તમામ ફોર્મેટમાં પોતાને સ્થાપિત કર્યો. જો પસંદગીકારો નજીકના ભવિષ્યમાં ભારતીય કેપ્ટનના દાવેદારોમાં તેને સૌથી આગળ માને છે, તો આ ચોંકવાનારુ નહીં હોય. તેની આક્રમક ક્રિકેટથી ભારતને (Team india) આવનારા સમયમાં ફાયદો થશે. 



આ 23 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને (Rishabh Pant) આંતરરાષ્ટ્રીય લેવલ પર છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રણેય ફોર્મેટની ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યુ છે. 


ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં 97 રન અને અણનમ 89 રન બનાવ્યા, તથા ભારતની 2-1ની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી. તેને આ પછી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝમાં તેને સતત મેચોમાં ફિફ્ટી ફટકારી હતી. 




ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સનો નવો કેપ્ટન બનાવવાને લઇને સોશ્યલ મીડિયા પર ઋષભ પંતને ફેન્સ અભિનંદન પાઠવી રહ્યાં છે. આ લિસ્ટમાં હવે પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યરે પણ ઋષભ પંતને શુભેચ્છા પાઠવી છે. આઇપીએલ 2021 માટે દિલ્હીના કેપ્ટન પંત અંગે પ્રતિક્રિયા આપતા અય્યરે કહ્યું- મને કોઇ શંકા નથી, મારી ગેરહાજરીમાં વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત એક સારુ કામ કરશે. તે ખરેખર બેસ્ટ મેન છે. પંતને ખુબ ખુબ શુભેચ્છાઓ....