PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આજે 27મી ઓગસ્ટે એટલે આજે  કાર્યક્રમનો 104મો એપિસોડ હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ચંદ્રયાનની સફળતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મિશન ચંદ્રયાન એ ન્યૂ ઈન્ડિયાની ભાવનાનું પ્રતિક છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ તેમની કવિતા પણ વાંચી હતી.


અભી તો સૂરજ ઉગા હૈ


આસમાન મેં સિર ઉઠાકર


ધને બાદલો કો ચીરકર


રોશનીનો સંકલ્પ લો


અભી તો સૂરજ ઉગા હૈ


દ્ઢ નિશ્ચય કે સાથે ચલકર


હર મુશ્કિલ પાર કર


ઘોર અંઘેરે કો મિટાને


અભી તો સૂરજ ઉગા હૈ


 પીએમ મોદીએ કહ્યું, ચંદ્રયાનની સફળતા ઘણી મોટી છે. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. ચંદ્રયાનની સફળતાએ બતાવ્યું છે કે સફળતાના કેટલાક સૂર્યો ચંદ્ર પર પણ ઉગે છે. ચંદ્રયાન નવા ભારતની ભાવનાનું પ્રતિક બની ગયું છે, જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે અને કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે.


'ચંદ્રયાન સ્ત્રી શક્તિનું જીવંત ઉદાહરણ છે'


તેમણે કહ્યું કે આ મિશન મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ સમગ્ર મિશનમાં ઘણી મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો સીધી રીતે સામેલ હતા.પીએમ મોદીએ કહ્યું, ભારતની દીકરીઓ હવે અનંત ગણાતી જગ્યાને પણ પડકાર આપી રહી છે. જ્યારે દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય છે તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે છે.


પીએમ મોદીએ કહ્યું- ભારત જી-20 માટે તૈયાર છે


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સપ્ટેમ્બર મહિનો ભારતની ક્ષમતાનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. ભારત આવતા મહિને યોજાનારી G-20 લીડર્સ સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જી-20 કોન્ફરન્સના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હશે.પીએમ મોદીએ કહ્યું કે તેમની અધ્યક્ષતા દરમિયાન ભારતે G-20ને વધુ સમાવિષ્ટ ફોરમ બનાવ્યું છે. ભારતના આમંત્રણ પર જ આફ્રિકન યુનિયન પણ G-20માં સામેલ થયું અને આફ્રિકાના લોકોનો અવાજ વિશ્વના આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સુધી પહોંચી રહ્યો છે.